શિયાળામાં આ વસ્તુના સેવનથી ઘટશે વજન અને હ્રદય રોગનો ખતરો, શું તમે ખાઓ છો?

ADVERTISEMENT

gujarattak
social share
google news

શિયાળાની ઋતુમાં બજારમાં એવા અનેક ખાદ્યપદાર્થો મળે છે, જેને માત્ર સ્વાદની દૃષ્ટિએ જ નહીં પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. શિયાળામાં વિપુલ માત્રામાં મળતી મગફળીની સ્ટડીમાં સામે આવ્યું છે કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સંશોધન દર્શાવે છે કે, મગફળીમાં ઘણા વિટામિન્સ અને પોષક તત્વો હોય છે જે આપણા શરીરને ઘણા ફાયદા પહોંચાડે છે. એટલું જ નહીં, મગફળીના સેવનને વજનથી લઈને હૃદયની બીમારીઓના જોખમને ઘટાડવામાં પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

 

મગફળીના પોષક તત્વો

મગફળીમાં એવા ઘણા પોષક તત્વો હોય છે, જે ઘણી ગંભીર બીમારીઓને દૂર કરી શકે છે. મગફળી એ બાયોટીનના સૌથી સમૃદ્ધ આહાર સ્ત્રોતોમાંથી એક છે, જે ગર્ભાવસ્થા દરમિયાન મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત તેને કોપરથી પણ ભરપૂર માનવામાં આવે છે, આ સિવાય મગફળીમાં નિયાસિન પણ જોવા મળે છે. તે વિટામિન B3નું એક સ્વરૂપ છે, જેને હૃદય રોગના જોખમને ઘટાડવામાં ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

ADVERTISEMENT

 

હૃદય રોગોમાં ફાયદાકારક છે મગફળી

હૃદય રોગ એ વિશ્વભરમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક છે. સ્ટડી દર્શાવે છે કે મગફળી ખાવાથી હ્રદય રોગના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે. તેમાં મેગ્નેશિયમ, નિયાસિન, કોપર, ઓલિક એસિડ અને વિવિધ પ્રકારના એન્ટીઑકિસડન્ટ હોય છે જે કુદરતી રીતે હૃદય રોગના જોખમને ઘટાડવા માટે જાણીતા છે.

ADVERTISEMENT

 

ADVERTISEMENT

વજન ઘટાડવામાં કરે છે મદદ

વજન ઘટાડવાનો પ્રયાસ કરતા લોકો માટે મગફળીનું સેવન એક વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. સ્ટડીથી જાણવા મળ્યું છે કે મગફળીનું સેવન કરવાથી તમે સ્વસ્થ વજન જાળવી શકો છો અને તમારા મોટાપાના જોખમને ઘટાડી શકો છો.

 

તંદુરસ્ત રહે છે પાચનશક્તિ

મગફળીમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે. તેનું સેવન કરવાથી તમારી પાચક શક્તિ તંદુરસ્ત રહે છે. તે પેટને લગતી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. જેથી તમે તેનું નિયમિત સેવન કરી શકો છો. તમારી પાચક ક્રિયાને સરળતાથી ચાલુ રાખવા માટે ફાઇબર ખૂબ મહત્વનું હોય છે.

ત્વચાને રાખે છે સ્વસ્થ

મગફળીના સેવનથી ત્વચાને લગતા અનેક પ્રકારના ફાયદા મળી શકે છે. તેમાં એન્ટીઓકિસડન્ટનું પ્રમાણ વધુ છે. તમે દરરોજ સવારે તેનું સેવન કરી શકો છો. જે તમારી ત્વચાને સ્વસ્થ રાખે છે. તેમજ તમારી ત્વચાને ગ્લોઇંગ રાખવામાં મદદ કરે છે.

સાંધાનો દુખાવો

જો તમને પીઠ અથવા સાંધાના દુખાવાની સમસ્યા છે. તો આ માટે તમે મગફળીનું સેવન કરી શકો છો. ગોળ સાથે પલાળી મગફળીનું સેવન કરવાથી ઘણા ફાયદા મળે છે.

નોંધ- આ લેખ તમારી સામાન્ય જાણકારી માટે શેર કરવામાં આવ્યો છે. કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લો.

    follow whatsapp

    ADVERTISEMENT