બસ ઓપરેટર્સ સાથે લડવાના મુડમાં MLA કનાણીઃ CM ભુપેન્દ્ર પટેલ પાસે માગી આ મદદ
સુરતઃ ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાવતા ખાનગી બસ ચાલકો સામે ધારાસભ્યએ કાર્યવાહીની માગ કરતા, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી સામે બાંયો ચઢાવનારા બસ ઓપરેટર એસોસીએશન સામે હવે…
ADVERTISEMENT

સુરતઃ ટ્રાફિકના નિયમોના લીરેલીરા ઉડાવતા ખાનગી બસ ચાલકો સામે ધારાસભ્યએ કાર્યવાહીની માગ કરતા, વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી સામે બાંયો ચઢાવનારા બસ ઓપરેટર એસોસીએશન સામે હવે કાનાણી પણ લડી લેવાના મુડમાં હોય તેવું દેખાઈ રહ્યું છે. કાનાણીએ હવે આ મામલામાં ખુદ મુખ્યમંત્રીનો સાથ માગ્યો છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને સુરત શહેરમાં કતારગામ, વરાછા, પુણા વિસ્તારોમાં સ્લીપીંગ એસટી બસ સેવા ચાલુ કરવાની માગ કરી છે.
ખેડા જિલ્લા ભાજપ પ્રમુખના રાજીનામાના 24 કલાકમાં નવા પ્રમુખની વરણી
હું RTOને પણ પત્ર લખી શકું છુંઃ કાનાણી
સુરતમાં ખાનગી લક્ઝરી બસ સંચાલકો હવે ટ્રાફીકના નિયમોને લઈને ધારાસભ્ય કુમાર કાનાણીના પત્ર પછી રીતસર દાદાગીરી કરી મુસાફરોને સુરતની બહાર જ ઉતારી અંદર બસ નહીં પ્રવેશે તેવો નિર્ણય કર્યો છે. જે પછી કુમાર કાનાણીએ હવે બંડ પોકાર્યો છે. કુમાર કાનાણીએ કહ્યું કે, હું બધું જ જાણું છું. જો મારે હેરાન જ કરવા હોય તો હું RTO ને પણ પત્ર લખી શકું છું અને ટ્રાવેલ્સ સંચાલકો શું કરે છે તે બધું જ મને ખબર છે. એવું ના માને કે મને માહિતી નથી. આરટીઓની અંદર જો હું આ પ્રકારે એમના વિરોધમાં પત્રો લખીશ તો ઘણી બધી મુશ્કેલી ઊભી થઈ શકે છે.
જો મારે હેરાન જ કરવા હોય તો હું RTO ને પણ પત્ર લખી શકું છું અને ટ્રાવેલ્સ સંચાલકો શું કરે છે તે બધું જ મને ખબર છે. એવું ના માને કે મને માહિતી નથી. આરટીઓની અંદર જો હું આ પ્રકારે એમના વિરોધમાં પત્રો લખીશ તો ઘણી બધી મુશ્કેલી ઊભી થઈ શકે છે: Kumar Kanani #GTVideo @ikumarkanani pic.twitter.com/TOMtK5ixkr
— Gujarat Tak (@GujaratTak) February 21, 2023
ADVERTISEMENT
મોડાસાઃ 4 દીપડાના ભયથી ખેડૂત પોતે પાંજરે પુરાયોઃ વનવિભાગ ક્યાં?
મુખ્યમંત્રીને ખાનગી બસના રૂટ પર સરકારી બસ ચાલુ કરવા માગ
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઉપરાંત કુમાર કાનાણીએ આ મામલાને લઈને ખાનગી બસ ઓપરેટર્સની દાદાગીરી બીલકુલ ચલાવી લેવા ન માગતા હોઈ મુખ્યમંત્રી ભુપેન્દ્ર ચુડાસમાને પત્ર લખ્યો છે. તેમણે પત્રમાં માગ કરી છે કે પુણા, વરાછા, કારગામ સહિત વિસ્તારોમાં સરકારી સ્લીપિંગ સ્ટેટ ટ્રાન્સપોર્ટ બસ સેવા ચાલુ કરવામાં આવે. સુરત શહેરમાં સૌરાષ્ટ્ર, ઉત્તરગુજરાત, કચ્છ સહિતના ગુજરાતના શહેરો જિલ્લાઓમાંથી લોકો ધંધા-કામ અર્થે આવતા હોય છે. તેમની અવરજવર માટે ખાનગી લક્ઝરી બસનો આસરો લેવો પડે છે. લોકોને આ બસ માલિકો દ્વારા પોતાના મન ફાવે તેમ ભાડા વસુલવામાં આવે છે. લોકોની માગણી છે કે ખાનગી બસના રૂટનો સર્વે કરીને રૂટ પ્રમાણે સરકારી સ્લીપિંગ બસ આ વિવિધ રૂટ પર શરૂ કરી દેવી જોઈએ.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT
ADVERTISEMENT