કોંગ્રેસે વલસાડથી Anant Patelને જ કેમ કર્યા પસંદ? જાણો શું છે સમીકરણો

Gujarat Tak

ADVERTISEMENT

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમા ગુજરાતની 24 પૈકી 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે.

social share
google news

Loksabha Election 2024: લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. જેમા ગુજરાતની 24 પૈકી 7 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે. વલસાડ લોકસભા બેઠક પર વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનું કોંગ્રેસના લોકસભા ઉમેદવાર તરીકે નામ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતના લડાયક નેતા તરીકે અનંત પટેલ લોકપ્રિય છે. દક્ષિણ ગુજરાતમાં જાતીય સમીકરણોના આધારે અનંત પટેલ ફિટ બેસે છે. વલસાડ લોકસભા બેઠક પર ઢોડીયા પટેલ, કોળી પટેલ, દેસાઈ અને હળપતિ સમાજના જાતીય સમીકરણો મહત્વના હોવાને કારણે કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા આ મહત્વનો નિર્ણય કરવાંઆ આવ્યો છે. 
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT