VIDEO: Rajdeepsinh Ribda ની બબાલ, મોડી રાતે SP સહિત 100 જેટલી પોલીસ દોડતી થઈ
Rajdeepsinh Jadeja Ribda: સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં અને સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા રાજદીપસિંહ રીબડાની બબાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ADVERTISEMENT
Rajdeepsinh Jadeja Ribda: સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં અને સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા રાજદીપસિંહ રીબડાની બબાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
Rajdeepsinh Jadeja Ribda: સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરમાં અને સોશિયલ મીડિયામાં છવાયેલા રહેતા રાજદીપસિંહ રીબડાની બબાલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં જાણવા મળી રહ્યું છે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીકના ટોલનાક પાસે આ બબાલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.
નાની અમથી બાબતે બબાલ
સૂત્રો પરથી મળતી જાણકારી મુજબ, કાર ઓવરટેક કરવા બાબતે ખંભાળિયા ભાતેલના ક્ષત્રિય યુવાન સાથે બોલાચાલી બાદ રાજદીપસિંહના બોડીગાર્ડએ ક્ષત્રિય યુવાન સાથે ઝપાઝપી અને તોડફોડ કર્યાની માહિતી છે. ત્યારબાદ એવું પણ જાણવા મળ્યું કે સલાયાથી પરત ફરી રહેલ રાજદીપસિંહ રીબડા અને તેના કારના કાફલાને ક્ષત્રિય યુવાનોએ રોકી લીધો હતો.
બબાલનો વીડિયો વાયરલ
આ બબાલના વાયરલ વીડિયોમાં બે યુવાનો બીજી વખતના થયેલ બબાલ દરમિયાન રાજદીપસિંહ રીબડા અને બોડીગાર્ડસ સહિતની ટીમ સાથે ઝપાઝપી કરે છે. આ બબાલમાં રાજદીપસિંહના બોડીગાર્ડસને માર માર્યાની માહિતી મળી રહી છે અને મામલો એટલો ગરમાયો હતો કે ભાજપાના ઉચ્ચ હોદ્દેદારો તેમજ બંને જિલ્લાના dysp સહિતના પોલીસ અધિકારો મોડી રાત સુધી ત્યાં હાજર રહ્યા હતા. જોકે, અત્યાર સુધીમાં એવી પણ જાણકારી સામે આવી છે કે વહેલી સવારે આ મામલો ઠંડો પડી ગયો હતો અને બંને ગ્રુપ વચ્ચે સમાધાન પણ થઈ ગયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT