VIDEO: લગ્નની આગલી રાતે વરરાજાએ કર્યો મોટો કાંડ, મંડપને બદલે જવું પડ્યું જેલમાં

ADVERTISEMENT

Vadodara Crime: વડોદરામાં હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના અટલાદરા વિસ્તારમાં લગ્નની આગલી રાતે વરરાજાએ તેના ભાઈ અને માતા સાથે મળીને એક યુવક સાથે ઝઘડો કર્યો હતો.

social share
google news

Vadodara Crime: વડોદરામાં હત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. શહેરના અટલાદરા વિસ્તારમાં લગ્નની આગલી રાતે વરરાજાએ તેના ભાઈ અને માતા સાથે મળીને એક યુવક સાથે ઝઘડો કર્યો હતો. જે બાદ ગુસ્સામાં આવીને વરરાજાએ યુવકને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દીધા હતા. જે બાદ યુવકને  108 મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવારમાં તેણે દમ તોડ્યો હતો. મળતી માહિતી પ્રમાણે, વરરાજા અને તેના પરિવારને શંકા થઈ હતી કે, DJ બંધ કરાવવા માટે આ યુવકે પોલીસને ફોન કર્યો હતો. હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT