EXCLUSIVE GROUND REPORT: મહીસાગરની નવી સરકારી હોસ્પિટલ શોભાના ગાંઠિયા સમાન!

ADVERTISEMENT

Mahisagar Sarkari Hospital: મહીસાગર જિલ્લામાં હાલમાં જ નવી તૈયાર કરવામાં આવેલ જનરલ હોસ્પિટલ જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું

social share
google news

Mahisagar Sarkari Hospital: મહીસાગર જિલ્લામાં હાલમાં જ નવી તૈયાર કરવામાં આવેલ જનરલ હોસ્પિટલ જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ચ્યુઅલ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. તે મહીસાગરની જનરલ હોસ્પિટલ લોકાપર્ણ બાદ ચાલુ ન થતાં જિલ્લાની જૂની મુખ્ય જનરલ હોસ્પિટલમાં અવ્યવસ્થા સર્જાઈ હતી. દર્દીઓની લોબીમાં સારવાર કરવામાં આવી રહી હતી.

કરોડોની હોસ્પિટલ  શોભાના ગાંઠિયા સમાન!

મહીસાગર જિલ્લાની મુખ્ય જનરલ હોસ્પિટલમાં અવ્યવસ્થાનો મામલો સામે આવ્યો છે. જનરલ વોર્ડ ફૂલ થતાં અન્ય દર્દીઓને હોસ્પિટલની લાંબીમાં ખાટલા પાથરી દર્દીઓને સારવાર આપવામાં આવી અને હોસ્પિટલની અવ્યવસ્થાને લઇ દર્દીઓ હેરાન પરેશાન થતાં જોવા મળ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે મહીસાગર જીલ્લામાં જૂની જનરલ હોસ્પિટલ 100 બેડની છે અને નવો જિલ્લો બન્યા બાદ સરકાર દ્વારા જૂની જનરલ હોસ્પિટલની બાજુમાં નવીન 150 બેડની જનરલ હોસ્પિટલ 33 કરોડ રૂપિયાથી વધારે ખર્ચ કરી બનાવવામાં આવી છે. 

VIDEO: મતગણતરી પહેલ જ કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી? જુઓ શક્તિસિંહ ગોહિલે શું કહ્યું

ચૂંટણીના કારણે લોકાપર્ણ કરવામાં ઉતાવળ કરી?

આ હોસ્પિટલનું વર્ચ્યુઅલ લોકાપર્ણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 24 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યું હતું. લોકાપર્ણ બાદ આજે પણ નવીન હોસ્પિટલ બંધ પડી રહી છે જેના કારણે જિલ્લાના લોકો જ્યારે બીમાર પડે ત્યારે યોગ્ય સારવાર મળી રહેતી નથી. સરકાર દ્વારા શું લોકસભાની ચૂંટણીના કારણે નવીન હોસ્પિટલની બિલ્ડિંગનું લોકાર્પણ કરી દીધું હતું?  મળતી માહિતી અનુસાર, હજી તેમાં કામગીરી અધૂરી હોવાના કારણે તે શરૂ કરવામાં આવી નથી. જેના કારણે જિલ્લાવાસીઓને સારી આરોગ્ય સુવિધા પણ મળતી નથી અને જિલ્લાના દર્દીઓનો ઘસારો વધતા દર્દીઓને જૂની જનરલ હોસ્પિટલની લોબી માં સારવાર લેવા મજબૂર થવું પડ્યું છે.  ગુજરાત તકના EXCLUSIVE GROUND REPORT માં તમે આ સમગ્ર ઘટનાની જાણકારી જોઈ શકો છે.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT