Paresh Dhanani સુપર એક્ટિવ, સોશિયલ મીડિયા પર BJP પર કર્યા પ્રહાર
લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદથી જ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. તમામ રાજકીય પાર્ટીઓ પોત પોતાના ઉમેદવાર તબક્કાવાર જાહેર કરી રહી છે
ADVERTISEMENT
લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદથી જ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. તમામ રાજકીય પાર્ટીઓ પોત પોતાના ઉમેદવાર તબક્કાવાર જાહેર કરી રહી છે
લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદથી જ રાજકીય પક્ષો એક્ટિવ થઈ ગયા છે. તમામ રાજકીય પાર્ટીઓ પોત પોતાના ઉમેદવાર તબક્કાવાર જાહેર કરી રહી છે. આ વચ્ચે હવે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણી પણ સુપર એક્ટિવ થઈ ગયા છે અને ભાજપ પર નિશાન સાધી રહ્યા છે. તેઓ સોશિયલ મીડિયા મારફતે સતત ભાજપને આડેહાથ લઈ રહ્યા છે. તેઓએ તાજેતરમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને ભાજપ પર આક્રરા પ્રહાર કર્યા છે. તેમણે લખ્યું છે કે, '"અસલિયત, ઓળખાય જશે", ખાલી "ખુર્સીના સ્વાર્થ" ખાતર 'સરદાર સ્ટેડિયમ'ના પાટીયેથી જે "બાપના નામ ભુંસાવે".., એને "પોંખાય" નહી., "પરચો" જ અપાય..! એટલે જ કહુ છુ કે હવે, "અસલી" હોય ઈ "ઠોકી" નાખજો, "નકલી" હોય ઈ "કમલમે" જાજો.!'
ADVERTISEMENT
ADVERTISEMENT
ADVERTISEMENT