Junagadh: વેફર લેવા નીકળેલા યુવકને સામેથી આવતું બાઈક અથડાયું, 5 સેકન્ડમાં જ મોત
Junagadh Accident: જૂનાગઢમાં મધુરમ રોડ પર બે બાઈક વચ્ચેના અકસ્માતની ઘટના સામે આવી છે. બે બાઈક વચ્ચે થયેલી ટક્કરમાં 35 વર્ષના યુવકનું જમીન પર પટકાતા સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું.
ADVERTISEMENT
Junagadh Accident: જૂનાગઢમાં મધુરમ રોડ પર બે બાઈક વચ્ચેના અકસ્માતની ઘટના સામે આવી છે. બે બાઈક વચ્ચે થયેલી ટક્કરમાં 35 વર્ષના યુવકનું જમીન પર પટકાતા સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું.
Junagadh Accident: જૂનાગઢમાં મધુરમ રોડ પર બે બાઈક વચ્ચેના અકસ્માતની ઘટના સામે આવી છે. બે બાઈક વચ્ચે થયેલી ટક્કરમાં 35 વર્ષના યુવકનું જમીન પર પટકાતા સ્થળ પર જ કરુણ મોત નિપજ્યું હતું. યુવકના મોત બાદ મૃતકની પત્નીએ અન્ય બાઈક ચાલક વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
વેફર લેવા નીકળેલા યુવકનું અકસ્માતમાં મોત
વિગતો મુજબ, જૂનાગઢના મધુરમ રોડ પર સવારે 7 વાગ્યે 35 વર્ષના મનસુખ જોશી ઘરેથી બાઈક લઈને વેફર લેવા નીકળ્યા હતા. તે રોડ ક્રોસ કરી રહ્યા હતા ત્યારે સામેથી આવતા એક બાઈકે તેમને ટક્કર મારતા મનસુખભાઈ બાઈક સાથે જમીન પર પટકાયા હતા અને નીચે પડતા જ તેમનું પળવારમાં મોત થઈ ગયું હતું. અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. અકસ્માતને પગલે આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને યુવકને જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પત્નીએ અકસ્માત સર્જનાર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
ઘટના અંગે મૃતક યુવકના પત્નીએ અન્ય બાઈક ચાલક વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જાણકારી મુજબ, મૃતક મનસુખભાઈ પરિવારમાં એકનો એક પુત્ર હતો અને પ્રાઈવેટ નોકરી કરતો હતો. સારું કામ કરવા બદલ ઘટનાના દિવસે જ કંપનીમાં સન્માન થવાનું હતું, જોકે સવારે જ અકસ્માત થતા માથામાં બ્રેઈન હેમરેજના કારણે તેમનું મોત થઈ ગયું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
(ઈનપુટ: ભાર્ગવી જશો, જૂનાગઢ)
ADVERTISEMENT