જામનગરના જામસાહેબનો વધુ એક પત્ર, 'રૂપાલાએ બે વાર માફી માંગી, પરંતુ આટલું પૂરતું નથી'

ADVERTISEMENT

Pashottam Rupala Controversy: રાજકોટ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન મુદ્દે ક્ષત્રિયો લાલઘુમ છે. રાજ્યભરમાં રોજ રૂપાલા વિરુદ્ધ વિરોધની ઘટનાઓ સામે આવી રહી છે. ગઈકાલે આ મુદ્દે જામનગરના જામસાહેબનો એક પત્ર સામે આવ્યો હતો, હવે જામસાહેબનો વધુ એક પત્ર સામે આવ્યો છે. આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, રૂપાલા જે પણ બોલ્યા તે યોગ્ય નથી, બે વખત માફી માંગી પરંતુ તે પૂરતી નથી.

social share
google news

જામસાહેબે પત્રમાં શું કહ્યું?

જામનગરના રાજવી જામસાહેબના 10 એપ્રિલના નવા પત્રમાં લખવામાં આવ્યું છે કે, રૂપાલાએ હવે સમાજના આગેવાન અને ધર્મગુરૂઓની માફી માગવી જોઇએ. હવે ફરીવાર માફી માંગે તો ક્ષત્રિય સમાજે માફી આપી દેવી જોઇએ. 'ક્ષમા વિરસ્ય ભુષણમ'ના આપણા ધર્મને યાદ કરી માફી આપી દેવી જોઇએ. આ ચુંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવાની ચુંટણી છે. નરેંદ્ર મોદીએ આપણા ધર્મ અને સંસ્કૃતિનું વિશ્વમા માન વધાર્યુ છે, તેને ધ્યાનમા રાખી આગળ વધવું જોઇએ.

ADVERTISEMENT

આ પણ વાંચો

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT