Heat Wave Alert: અમદાવાદમાં કાળઝાળ ગરમી, ટ્રાફિક વિભાગે લીધો મોટો નિર્ણય

Gujarat Tak

ADVERTISEMENT

Ahmedabad News: એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે. ત્યારે આ દિવસોમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત ગરમ ભઠ્ઠીમાં ફરેવાઈ ગયું છે.

social share
google news

Ahmedabad News: એપ્રિલ મહિનો શરૂ થઈ ગયો છે. ત્યારે આ દિવસોમાં અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત ગરમ ભઠ્ઠીમાં ફરેવાઈ ગયું છે. રાજ્યમાં સતત ગરમીનો પારો ઉપરને ઉપર જઈ રહ્યો છે અને દિવસ દરમિયાન ગરમ પવનની સાથે રાતે પણ ગરમ પવન ફૂંકાઈ રહ્યા છે. તેમાં પણ ગુજરાતની આર્થિક રાજધાની ગણાતા અમદાવાદમાં ગરમીએ રીતસરનો હાહાકાર મચાવ્યો છે. આકરા તાપથી બચવા માટે અમદાવાદીઓ ઠંડું પાણી, લીંબુ પાણી, છાશ, શેરડીનો રસ જેવા પ્રવાહી પદાર્શોનું સેવન કરી રહ્યા છે. આ વચ્ચે  અમદાવાદ ટ્રાફિક પોલીસે બપોરના સમયે ટ્રાફિક સિગ્નલ બંધ રાખવાનો પણ નિર્ણય લીધો છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદ ટ્રાફિક પોલીસે શહેરના 100 ટ્રાફિક સિગ્નલ બપોરે 12થી 4 વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત લોકોને ગરમીથી રાહત આપવા માટે ભારે ટ્રાફિકવાળા સિગ્નલ પોઈન્ટ પર સમય ઓછો કરવામાં આવશે. 
 

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT