Gujarat BJP Politics: ગદ્દારોની ચોટલી ચાણક્યના હાથમાં? તપાસ કરી ધીરે ધીરે કરશે બાદબાકી

ADVERTISEMENT

ભાજપ માટે આ લોકસભાની ચૂંટણી પરિણામમાં ઘણું નવા-જૂનું જોવા મળ્યું છે. ભાજપ પાર્ટીની થોડા સમય પહેલા એક બેઠક મળી હતી, જેમાં ગુજરાતના હાલના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ પણ હાજર રહ્યા હતા.

social share
google news

Gujarat BJP Politics: ભાજપ માટે આ લોકસભાની ચૂંટણી પરિણામમાં ઘણું નવા-જૂનું જોવા મળ્યું છે. ભાજપ પાર્ટીની થોડા સમય પહેલા એક બેઠક મળી હતી, જેમાં ગુજરાતના હાલના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલ પણ હાજર રહ્યા હતા. આ ચૂંટણીમાં ભાજપના કેટલાક નિષ્ક્રિય રહેલા ગદારોની ગંધ દિલ્હી દરબાર સુધી પહોંચી છે. ભાજપ તમામ પક્ષવીરોધી કામ કરતાં નેતાઓનો ક્લાસ લેશે. જાણકારી મળી રહી છે ત્યાં સુધી ભાજપ તટસ્થતાથી કાર્યવાહી કરીને ધીરેધીરે તમામ નેતાઓની બાદબાકી કરશે.

માડમને હરાવવા માટે હકુભા જાડેજાનો પ્રયાસ? 

ભાજપ નેતા ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજા (Hakubha Jadeja) એ જામનગર બેઠકના ભાજપના ઉમેદવાર પૂનમ માડમ (poonam madan)ને હરાવવા ભરપૂર પ્રયાસ કર્યો હોવાનું સ્થાનિક નેતાઓમાં ચર્ચાઈ રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, પરસોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિયોના વિરોધના બહાને ધર્મેન્દ્રસિંહ ઉર્ફે હકુભા જાડેજાએ પૂનમબેન સામેનો રાજકીય હિસાબ સરભર કરવા માટે પક્ષની વિરૂદ્ધ કામ કર્યું હોવાની ફરિયાદ થઈ હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તેમણે ક્ષત્રિય આંદોલનનો ફાયદો ઉઠાવીને પૂનમ માડમને હરાવવા માટે કોંગ્રેસના ઉમેદવાર જે.પી મારવિયાની તરફેણમાં સમાજના લોકો પાસે મતદાન કરાવ્યું હતું. 

ચાવડાએ પણ કરી પક્ષવિરોધી કાર્યવાહી?

તો બીજી બાજુ ભાજપ નેતા જવાહર ચાવડાએ પણ લોકસભાની ચૂંટણી દરમિયાન પક્ષવિરોધી કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ થયા હતા. પ્રદેશના નેતાઓએ જવાહર ચાવડા સામે કાર્યવાહી કરવા માટે હાઈકમાન્ડને રજૂઆત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર,  જવાહર ચાવડાની ઘણા સમયથી ભાજપના કાર્યક્રમોમાં ગેરહાજરી જોવા મળી રહી હતી. માણવદરમાં જવાહર ચાવડાએ પોતાનાં પત્ની અને પુત્ર મારફતે ભાજપના વિધાનસભા બેઠકની પેટાચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા કામ કર્યું હોવાની સત્તાવાર ફરિયાદ અરવિંદ લાડાણીએ પોતે જ કરી હતી.

ADVERTISEMENT

ADVERTISEMENT

ટિકિટ કપાતા નારણ કાછડિયા નારાજ?

અમરેલી લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ વર્તમાન સાંસદ નારણ કાછડિયાની ટિકિટ કાપીને ભરત સુતરિયાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. લોકસભાની ચૂંટણીના પરિણામ પહેલા પ્રદેશ નેતાઓએ નારણ કાછડિયાની ફરિયાદ હાઈકમાન્ડને કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટિકિટ કપાયા બાદથી જ નારણ કાછડિયા પાર્ટીથી નારાજ જોવા મળી રહ્યા હતા, ટિકિટ કપાયા બાદથી જ તેઓને થોડું થોડું પેટમાં દુખતું હતું પરંતુ ચૂંટણી પૂર્ણ થયા બાદ તેઓએ ખુલ્લીને બળાપો કાઢ્યો હતો અને ભરત સુતરિયા પર આકરા પ્રહારો કર્યા હતા. 

સાબરકાંઠા બેઠક પણ ચર્ચામાં હતી

સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેને બારૈયાના નામની જાહેરાત બાદ ભિખાજી ઠાકોરના સમર્થકોમાં ગુસ્સો જોવા મળ્યો હતો. 3 દિવસ સુધી ભિખાજી ઠાકોરના સમર્થકો તેમને જ સાબરકાંઠા બેઠકથી ઉમેદવાર બનાવવાની માંગ કરી રહ્યા હતા. 
 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT