Jamnagar માં Poonam Madamનો દબદબો, જુઓ રિવાબાએ ગળે લાગીને પૂનમ માડમને શું કહ્યું?

ADVERTISEMENT

લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી. જેમાં ગુજરાતની 26માંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં જામનગર લોકસભા સીટ પરથી વર્તનમાન સાંસદ પૂનમબેન માડમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે.

social share
google news

Lok Sabha Election 2024: લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા 195 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી. જેમાં ગુજરાતની 26માંથી 15 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. આ યાદીમાં જામનગર લોકસભા સીટ પરથી વર્તનમાન સાંસદ પૂનમબેન માડમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. 

Jamnagar માં Poonam Madamનો દબદબો

વર્ષ 2012 વિધાનસભા ચૂંટણી પહેલા જ પૂનમ માડમ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયાના ગણતરીના કલાકોમાં જ તેમને જામખંભાળીયા બેઠક પરથી ભાજપે ટિકિટ આપી હતી. આ ચૂંટણીમાં પૂનમબેને કોંગ્રેસના ઉમેદવાર સામે 38 હજાર કરતા વધુ મતે જીત મેળવી હતી. ત્યારબાદ ભાજપે 2014 લોકસભા ચૂંટણીમાં પૂનમ માડમને જામનગર બેઠક પરથી ટિકિટ આપી હતી. અહીં તેમની સીધી ટક્કર તેમના કૌટુંબિક કાકા વિક્રમ માડમ સાથે થઈ હતી. જેમાં પૂનમ પોણા બે લાખ કરતા વધુ મતની લીડથી જીત મેળવી હતી. 2019માં પણ પૂનમ માડમનો જામનગર લોકસભા બેઠક પર વિજય થયો હતો.

ADVERTISEMENT

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT