ઝાલોદમાં કોંગ્રેસ અધ્યક્ષ કશું બોલે તે પહેલા લોકો રવાનાઃ ખુરશીઓ ખાલી
શાર્દુલ ગજ્જર.ગોધરાઃ ઝાલોદ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઝાલોદ જનસભા સંબોધી કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કર્યો રાષ્ટ્રીય અધ્યક્ષનું ભાષણ…
ADVERTISEMENT
શાર્દુલ ગજ્જર.ગોધરાઃ ઝાલોદ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ઝાલોદ જનસભા સંબોધી કોંગ્રેસના ઉમેદવારો માટે પ્રચાર કર્યો રાષ્ટ્રીય અધ્યક્ષનું ભાષણ શરૂ થાય તે પહેલા જ લોકો સભા સ્થળથી રવાના થઈ જતાં ખુરશીઓ ખાલી થઈ ગઈ હતી. સભા બાદ મીડિયા સાથે વાત કરતા ખડગેએ મીડિયાના સવાલોના જવાબ આપ્યા હતા.
ઉમેદવાર સહિતના નેતાઓએ લોકોને બેસવા સમજાવ્યા પણ નિષ્ફળ
આજે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થયું ત્યારે દાહોદ જિલ્લામાં બીજા તબક્કાનું મતદાન 5 મી ડિસેમ્બરે યોજાશે ત્યારે છેલ્લી ઘડીના પ્રચાર માટે રાજકીય પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. આજે ઝાલોદ ખાતે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની જાહેર સભા યોજાઈ હતી. જેમાં ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, રાજસ્થાનના કેબિનેટ મંત્રી મહેન્દ્ર્સિંહ માલવિયા સહિતના નેતાઓ હજાર રહ્યા હતા. સભા શરૂ થાય તે પહેલા જ લોકો રવાના થઈ જતાં મહેન્દ્ર્સિંહ માલવિયા અને સ્થાનિક ઉમેદવાર ડો. મીતેષ ગરાસિયા સહિતના હોદ્દેદારો પબ્લિકને રોકવા માટે સ્ટેજ પરથી ઉતરી લોકોને સમજાવીને બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો પરંતુ તેમનો આ પ્રયાસ નિષ્ફળ નીવડ્યો હતો. ગણતરીના સમયમાં જ 70 ટકા ખુરશીઓ ખાલી થઈ જતાં કોંગ્રેસમાં ચિંતા વ્યાપેલી જોવા મળી રહી હતી.
નરેન્દ્ર મોદી મામલે પુછતા ખડગેએ ફેરવી તોડ્યું
રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, આટલા વર્ષોમાં કોંગ્રેસ દ્વારા તમામ યોજનાઓ લાગુ કરવામાં આવી થોડું ઘણું કામ પૂર્ણ કરીને તેનો જશ ભાજપ લઈ રહી છે. કોંગ્રેસ દ્વારા આદિવાસીઓ ના હક્કો અને હિત માટે લડત કરી છે. આદિવાસીઓ માટે અનેક યોજનાઓ કોંગ્રેસના સમયમાં કરવામાં આવી કોંગ્રેસના કરેલા તમામ કામોને ભાજપ પોતાના કામ ગણાવી રહી છે. સાથે જ નરેન્દ્ર મોદીને રાવણ કહેવા બાબતે પૂછતા ખડગે એ જણાવ્યું કે બધા ચૂંટણીના મુદ્દાને ઊંધી રીતે લઈ જઈ રહ્યા છો. હું ડેવલોપમેન્ટની વાત કરું છું. મેં જે સંદર્ભમાં કીધું તે બધા જાણે છે એમ કહીને પોતાના નરેન્દ્ર મોદી ઉપર ટીપ્પણી વાળા નિવેદનને ફેરવી તોળ્યું હતું.
ADVERTISEMENT
મોદી મુદ્દાને ભટકાવી રહ્યા છેઃ ખડગે
ખડગેએ કહ્યું કે, ગુજરાતમાં અમુક લોકો જ અમીર થઈ રહ્યા છે, નાના વેપારી, ગરીબો, આદિવાસીઓને કહું છું કે અમને એક તક આપો. વડાપ્રધાન પણ અહીંના છે તેમણે અહીં કામ પર વાત કરવી જોઈએ. તેઓએ રાવણ નિવેદન મુદ્દે કહ્યું કે, પ્રધાનમંત્રી મુખ્ય મુદ્દાને ડાયવર્ટ કરી રહ્યા છે. ગુજરાતમાં અમે વિકાસની, રોજગારીની, મોંધવારીની વાત મુકી રહ્યા છીએ.
ADVERTISEMENT