યુવરાજસિંહનો વધુ એક મોટો ધડાકો, 2016થી કઈ-કઈ સરકારી ભરતીમાં લોકો ડમીકાંડથી લાગ્યા? ખુલાસો કર્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ તાજેતરમાં જ ભાવનગરમાં ડમી કાંડનો ખુલાસો કર્યો હતો. ત્યારે આ ડમીકાંડમાં યુવરાજસિંહે વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ફેસબુક પર વીડિયો પોસ્ટ કરીને યુવરાજ સિંહે કહ્યું, વર્તમાનમાં રાજ્યસરકાર દ્વારા જે કૌભાંડ રોકવા માટે SITની રચના કરી છે તે સરહનીય કામગીરી છે. અમે આ નિર્ણય ને આવકારીએ છે. જો SIT નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરશે તો ચોક્કસપણે ઘણા મોટા પ્રમાણમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચાર સામે આવશે.

MPHWની પરીક્ષામાં ડમીકાંડથી લાગ્યા ઉમેદવારો
તેમણે કહ્યું, ડમીકાંડમાં અમુક નામોનું હું પુષ્ટિ કરી શક્યો છું. આ તમામ નામો હું SIT ને કોઇપણ વિશ્વાસુ અને ગુપ્ત માધ્યમથી પહોંચાડી દઈશ. આ તમામ નામો જે અમે ગુજરાત ફાઈલ તૈયાર કરી રહ્યા છીએ એના ભાગરૂપે અને એક જ ભરતી એટલે કે નજીકના સમયમાં લેવાયલ MPHW ને લઈને છે. જેમાં હજી નિમણુંક મળી નથી પરંતુ એમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશનથી લઈને જિલ્લા પસંદગી સુધીની તમામ પ્રોસેસ થઈ ચૂકી છે.

બીજું કે મેં જે પણ એજન્ટોના નામ જાહેર કરેલ છે તેમાંથી હજી ત્રણ જ પકડાયા છે. બીજા એજન્ટો બેખોફ થઈને ફરી રહ્યા છે. હું એકવાર તેમના નામો પ્રમાણિક અધિકારી સુધી આપી ચુક્યો છું, છતાંપણ બીજીવાર SIT સુધી પહોંચાડી દઈશ. હું અત્યારે બીજી ફાઈલ તૈયાર કરી રહ્યો છું. આ એક ભરતી સિવાય બીજી ભારતીઓમાં ખૂબ મોટા પાયે ગેરરીતિ થયેલ છે. આવનાર દિવસોમાં તમામ આધાર પુરાવા સાથે હું તે ચોક્કસ રજૂ કરીશ.

ADVERTISEMENT

2016થી આ ભરતીમાં ડમી ડિગ્રીવાળા ઉમેદવારો પણ લાગ્યા
અમારી પાસે માહિતી છે તે પ્રમાણે 2016 થી લઈને પંચાયતની અલગ અલગ ભારતીઓ જેવી કે મુખ્ય સેવિકા, ગ્રામ સેવક, LI, MPHW, FHWમાં ડમીકાંડથી અઢળક લોકો લાગ્યા છે. ફક્ત ડમી લોકો બેસાડી નહીં અહીંયા સૌથી વધારે ડમી ડિગ્રી વાળા જોવા મળશે. LI અને SI ડમી પ્રમાણપત્રોનું હબ છે આ સેન્ટર. મોટાભાગના લોકો રેગ્યુલર કોર્સ કરતા નથી અને રાજ્ય બહારની યુનિ.ના સર્ટિફિકેટ વેચાતા લઈને આવે છે. જો આની યોગ્ય તપાસ થાય તો તમામ પ્રકારના ડમી માર્કશીટ અને ડમી પ્રમાણપત્રો તો મળી જ આવે અને સાથે સાથે આના પુષ્કળ એજન્ટો શૈક્ષણિક સંકુલ કરીને શિક્ષણજગત સાથે સંકળાયેલ છે તે પણ ખુલી આવે.

ADVERTISEMENT

ડમીકાંડમાં કેટલા લોકો સંકળાયેલા છે?

ADVERTISEMENT

  • ડમી તરીકે કન્ફર્મ હોય તેવા 6 નામો છે. સંપૂર્ણ તહે ક્રોસ ચેક ન થયું હોઈ પણ પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં 7 નામો છે. ટોટલ 13
  • અને માહિતગાર પાસેથી માહિતી મળી હોઈ પણ ક્રોસ ચેક કરવાના બાકી હોઈ તેવા 11 નામો. 6+7+11 = 24
  • BRC, CRC ભરતીમાં ગેરરીતિ થયેલ હોઈ તેવા 6 નામો.
  • આ બધા કૌભાંડ સાથે સંકળાયેલ એજન્ટો હોઈ તેવા ૬ નામો અત્યારે ગુપ્તરાહે આપી રહિયા છીએ.
  • સાથો સાથ જેની બોર્ડ પરિક્ષાની ડમી માર્કશીટ બની હોઈ તેવા ત્રણ નામ.

પોસ્ટ વિભાગમાં મોટાપાયે ડમી માર્કશીટવાળા વિદ્યાર્થી
હા ડમી માર્કશીટવાળા એજન્ટો પાસેથી આવી સેંકડો નકલી માર્કશીટ મળી શકે એમ છે. ખાસ કરીને આવી ડમી માર્કશીટ પોસ્ટ વિભાગની ડાયરેક્ટ ભરતી માટે ઉપયોગમાં લેવાતી. જો પોસ્ટ વિભાગના રિઝલ્ટ તપાસવામાં આવે અને 85% ઉપરની તમામ માર્કશીટ રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ક્રોસ ચેક કરવામાં આવે તો અહીંયા ખૂબ મોટા પાયે ચાલતું રેકેટ મળી શકે છે. અમારી પાસે જે માહિતી છે તે પ્રમાણે એ પણ આશંકા છે કે 2022માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલ BRC, CRC પરીક્ષામાં પણ ગડબડી થઈ હતી. જેમાં શંકાના દાયરામાં હોઈ તેવા 6 નામો પણ અમારી પાસે છે. જેમાં પ્રકાશ દવેની મુખ્ય ભૂમિકા હતી. અન્ય 6 નામો પણ હું વિશ્વાસુ માધ્યમથી પહોંચાડી રહ્યો છું.

સબ ઓડિટર પેપર માં પણ ગરબડી કરી
પેપરના આગલા દિવસે(10 ઓકટોબરે પરીક્ષા) ફેદરા પાસે આવેલ લોલીયા ગામે મેરુ વિલાસ પેલેસ માં પેપર લાવી સોલ્વ કરેલ અને વિદ્યાર્થીઓ એ ગેરરીતિ આચરેલ. જેમાં 80થી વધુ લોકો વર્તમાનમાં ગેરરીતિ આચરીને નોકરી કરી રહ્યા છે. મુખ્યત્વે ભાવનગર સાથે સંકળાયેલ છે. જે રાજ્યની તિજોરીના રક્ષક નહીં ભક્ષક છે.

આ પ્રકરણ સાથે PH ના ખોટા સર્ટિ (નકલી સર્ટિ.) આપવાનું નેક્સસ ઘણા સમયથી આ જ પકડાયેલ લોકો ચલાવી રહ્યા છે. જેમાંથી મોટાભાગના PH ના સર્ટિ અમરેલીથી ઇસ્યુ થયેલા જોવા મળશે. અને તે ખોટા સર્ટિ ઉપર પુષ્કળ પ્રમાણમાં લોકો અત્યારે નોકરી પણ કરી રહ્યા છે. વિદ્યાસહાયક, ગ્રામસેવક, MPHW, FHW જેવી ભરતીમાં સાચો PH વાળો રહી જાય છે અને ખોટો PH વાળો નોકરી મેળવી લે છે.

અત્યારે અમે જે વિસ્તૃત વાત કરી તે ફક્તને ફક્ત પંચાયત મંડળ દ્વારા લેવામાં આવતી જ MPHW વિશે જ વાત કરી છે. કોર્પોરેશન દ્વારા લેવામાં આવતી MPHW, FHW જેવી ભરતીમાં પણ ડમી ઉમેદવાર અને SI અને LI ના બનાવટી સર્ટિ. થી નોકરી મેળવેળનો રાફળો ફાટ્યો છે. હા અમે પુષ્ટિ નથી કરી એટલે અમે બધાની નામ જોગ માહિતી નથી આપી શકતા. પરંતુ ગડબડી આમાં પણ થઈ છે. RMC, VMC, SMC, AMC, જેવી કોર્પોરેશન ની ભરતી માં પણ ગડબડી કરેલ છે.

    follow whatsapp

    ADVERTISEMENT