યુવરાજસિંહ જાડેજાને તોડકાંડમાં થઈ જેલઃ જીજા-સાળા સહિત 3 આરોપીઓ પણ જશે જ્યુડિશિયલ કસ્ટડીમાં

ADVERTISEMENT

યુવરાજસિંહ જાડેજાને તોડકાંડમાં થઈ જેલઃ જીજા-સાળા સહિત 3 આરોપીઓ પણ જશે જ્યુડિશ્યલ કસ્ટડીમાં
યુવરાજસિંહ જાડેજાને તોડકાંડમાં થઈ જેલઃ જીજા-સાળા સહિત 3 આરોપીઓ પણ જશે જ્યુડિશ્યલ કસ્ટડીમાં
social share
google news

નીતિન ગોહિલ.ભાવનગરઃ 1 કરોડ રૂપિયાના તોડ કાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, તેમના બે સાળા અને અન્ય એક સાગરિત મળી કુલ 4 આરોપીઓને કોર્ટે જેલમાં ધકેલ્યા છે. યુવરાજસિંહ જાડેજાને આજે ભાવનગર તોડકાંડ મામલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે દરમિયાન તેમને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. યુવરાજસિંહ ઉપરાંત તેમના સાળા કાનભા ગોહિલ અને અલ્ફાઝ ઉર્ફે રાજુને પણ જેલને હવાલે કરવામાં આવ્યો છે.

વડોદરાઃ ચીની ભેજાબાજોની ઓનલાઈન લોનના ચક્કરમાં ફસાયા, ન્યુડ ફોટો મોકલી કર્યા પરેશાન

1 કરોડનો તોડ કરવામાં હવે જેલવાસ
ભાવનગર કોર્ટમાં આજે સોમવારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહને તોડકાંડ મામલે રજૂ કરવામાં આવ્યા હતા. આજે 9 દિવસ પછી યુવરાજસિંહને જેલવાસ ભોગવવાનો વારો પણ આવ્યો છે. ડમી પરીક્ષાર્થીઓ દ્વારા સરકારી પરીક્ષાઓ આપીને ઉમેદવારોને પાસ કરાવવાના મામલે ખુલાસા કર્યા પછી કેટલાક કિસ્સાઓમાં યુવરાજસિંહ અને તેમની સાથેના કેટલાકો દ્વારા મળીને આ કાંડમાં નામ નહીં જાહેર કરવા મામલામાં તોડ કરવામાં આવ્યો હતો. 1 કરોડ રૂપિયાના તોડ કરવાના મામલામાં ભાવનગર પોલીસે ધરપકડ બાદ કોર્ટમાં રજૂ કરીને અગાઉ રિમાન્ડ પણ મેળવ્યા હતા. જે પછી ઘણા ખુલાસાઓ પણ થયા અને હવે યુવરાજસિંહ, કાનભા ગોહિલ અને અલ્ફાઝ ઉર્ફે રાજુને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં ધકેલ્યા છે.

પોલીસના હાથે લાગી હતી હાર્ડ ડિસ્ક પણ…
નોંધનીય છે કે,તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર પોલીસે રૂ.1 કરોડનો તોડ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી યુવરાજસિંહના બંને સાળાને પકડી લેવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા શિવુભા ગોહીલે પોલીસ સામે સરેન્ડર કરી દીધું હતું. તેમના મિત્રના ઘરેથી 25,50,000 રૂપિયા મળી આવ્યા હતા. આ ઉપરાંત આ થેલીમાંથી નાણા ઉપરાંત હાર્ડ ડિસ્ક પણ મળી આવી હતી. યુવરાજસિંહના સાળા કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનભા ઉર્ફે પપ્પુભાઈ ગોહિલને સુરતથી લાવીને પુછતા કે તેણે કબુલ કર્યું કે, પ્રકાશ ઉર્ફે પ્રદીપ બારૈયા (પી.કે), પાસેથી તેણે ઘનશ્યામ લાધવા તથા બીપીની ત્રીવેદી મારફતે 1 કરોડ રૂપિયા બળજબરીથી કઢાવવા પોતાના ભાઈ શીવભદ્રસિંહ ઉર્ફે શીવુભાની ઓફિસે તેનું નામ યુવરાજસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં ડમી કાંડમાં નહીં જાહેર કરવા માટે ડીલ કરી હતી.

ADVERTISEMENT

તેમની પાસેથી યુવરાજસિંહની સૂચનાથી સ્વીકારેલા પૈકીના રૂપિયા શિવુભાએ 12 એપ્રિલ 2023એ તેના મિત્ર જીત હિતેશભાઈ માંડવીયાના શાંતિનાથ પાર્ક, રૂપાણી સર્કલમાં આવેલા ફ્લેટમાં એક બેગમાં તાળુ મારીને મુક્યા હતા. પોલીસને આપેલી આ વિગતો અનુસાર પોલીસે આ જગ્યા પર કાર્યવાહી કરતા, કાનભાના બતાવ્યા પ્રમાણે બેગમાંથી રૂ. 38,00,000 રિકવર કરવામાં આવ્યા છે. તેની ખાસ પુછપરછ વખતે તપાસ દરમિયાન બીજી પણ વિગતો સામે આવી હતી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT