તોડકાંડઃ યુવરાજસિંહ સહિતના આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજી કોર્ટે ફગાવવી

ADVERTISEMENT

court
court
social share
google news

ભાવનગરઃ ડમી વિદ્યાર્થીઓના લિસ્ટમાં નામ જાહેર ના કરવાને લઈને રૂપિયાનો તોડ કરવાના મામલામાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા સહિતના છ આરોપીઓને આજે શુક્રવારે કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાં તંત્ર દ્વારા કરવામાં આવેલી તમામ આરોપીઓની જેલ ટ્રાન્સફરની અરજીને કોર્ટે ફગાવી દીધી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટના એડિશનલ ન્યાયમૂર્તિએ તમામ આરોપીઓની જલ ટ્રાન્સફર કરવાની અરજી ના મંજુર કરી હતી.

ચારધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે મોટી ખબર, ફરી આ તારીખ સુધી રજીસ્ટ્રેશન બંધ કરાયું

તોડકાંડમાં સંડોવાયેલા તમામ 6 આરોપીઓની જેલ ટ્રાન્સફર માટે કોર્ટ સમક્ષ અરજી કરવામાં આવી હતી. ફાસ્ટ ટ્રેક કોર્ટના એડિશનલ ન્યાયમૂર્તિએ આ અરજીને ફગાવી દીધી છે. જેલમાં કોઈ અણબનાવ ના બને તે માટે પ્રશાસન દ્વારા આરોપીઓની જેલ ટ્રાન્સફર માગવામાં આવી હતી. ડમી ઉમેદવાર મામલામાં કરવામાં આવેલા તોડ કાંડમાં યુવરાજસિંહ જાડેજા સહિતના આરોપીઓને આજે શુક્રવારે કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. ભાવનગર જિલ્લામાંથી આરોપીઓની જેલ ટ્રાન્સફર કરવાના મામલે તેમને અહીં લાવવામાં આવ્યા હતા. યુવરાજસિંહ જાડેજા, તેમના બે સાળા શિવુભા અને કાનભા ગોહિલ ઉપરાંત બિપિન ત્રિવેદી, ઘનશ્યામ લાધવા અને અલ્ફાઝ ઉર્ફે રાજુ નામના છ આરોપીઓને આજે કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જોકે કોર્ટે જેલ ટ્રાન્ફરની અરજી ફગાવી દેતા તેમને પાછા લઈ જવાયા હતા.

(ઈનપુટઃ નીતિન ગોહિલ, ભાવનગર)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT