EXCLUSIVE: ડમીકાંડમાં યુવરાજસિંહે 2 નહીં 4 આરોપીઓ પાસે માગ્યા પૈસા હતા, તોડની રકમ 1 કરોડથી વધુ!
ભાવનગર: ડમીકાંડમાં સામે આવેલા તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ એકબાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગત 21મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા બાદ પોલીસે તેમની મોડી…
ADVERTISEMENT
ભાવનગર: ડમીકાંડમાં સામે આવેલા તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા વિરુદ્ધ એકબાદ એક મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. ગત 21મી એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા બાદ પોલીસે તેમની મોડી રાત્રે ધરપકડ કરી હતી. દરમિયાન પોલીસે પ્રેસ કોન્ફરન્સમાં યુવરાજસિંહ 1 કરોડ તોડકાંડમાં લીધા હોવાનું જણાવ્યું હતું. ત્યારે પોલીસના સૂત્રો મુજબ હવે આ મામલે વધુ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. યુવરાજસિંહ સમગ્ર મામલે કુલ 4 લોકો પાસે પૈસાની માગણી કરી હતી.
4 લોકોનું ડમીકાંડમાં નામ ન લેવા પૈસાની માગણી કરાઈ
પોલીસના અંદરના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ડમીકાંડમાં નામ ન લેવા માટે યુવરાજસિંહ જાડેજાએ કુલ 4 લોકો પાસે પૈસાની માગણી કરી હતી. જેમાં પ્રકાશ દવે અને પ્રદીપ બારૈયા પાસેથી 1 કરોડ લીધા હતા. જ્યારે ડમીકાંડના વધુ એક આરોપી શરત પનોત પાસે પણ પૈસાની માગણી કરી હતી. જોકે શરતે પનોતે યુવરાજસિંહને સ્પષ્ટ કહી દીધું હતું, તમારે જે કરવું હોય તે કરો હું પૈસા નહીં આપું. જે બાદ યુવરાજસિંહ પ્રેસ કોન્ફરન્સ કરીને તેનું નામ આપ્યું હતું. તો અન્ય એક આરોપી પાસેથી પણ યુવરાજસિંહ પૈસા લીધા હોવાનું સામે આવી રહ્યું છે.
આ ચોથી વ્યક્તિનું નામ હજુ સામે આવ્યું નથી, પરંતુ તે સરકારી નોકરી કરી રહી છે અને તેણે પૈસા આપી દીધા હોવાથી ડમીકાંડમાં તેનું નામ નહોતું લેવામાં આવ્યું. આમ તોડકાંડની રકમ 1 કરોડથી પણ વધુ થવા જઈ રહી છે. તો પોલીસ મુજબ યુવરાજસિંહે પણ સ્વીકારી લીધું છે કે તેમણે પૈસા લીધા હતા.
ADVERTISEMENT
તોડકાંડમાં 65 લાખ રૂપિયા રિકવર કરાયા
નોંધનીય છે કે, પોલીસે અત્યાર સુધીમાં તોડકાંડમાં યુવરાજસિંહના બે સાળાના મિત્રો પાસેથી 65 લાખ રૂપિયા રિકવર કરી લીધા છે. તો બીજી તરફ આ કેસમાં તમામના રિમાન્ડ પૂર્ણ થવા પર ગઈકાલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા, તેમના બે સાળા અને અન્ય એક સાગરિત મળી કુલ 4 આરોપીઓને કોર્ટે જેલમાં ધકેલ્યા છે. યુવરાજસિંહ જાડેજાને ગઈકાલે ભાવનગર તોડકાંડ મામલે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જે દરમિયાન તેમને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા હતા. યુવરાજસિંહ ઉપરાંત તેમના સાળા કાનભા ગોહિલ અને અલ્ફાઝ ઉર્ફે રાજુને પણ જેલને હવાલે કરવામાં આવ્યો છે.
પોલીસના હાથે લાગી હતી હાર્ડ ડિસ્ક પણ…
નોંધનીય છે કે,તોડકાંડમાં યુવરાજસિંહ જાડેજા પર પોલીસે રૂ.1 કરોડનો તોડ કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા અત્યાર સુધી યુવરાજસિંહના બંને સાળાને પકડી લેવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા શિવુભા ગોહીલે પોલીસ સામે સરેન્ડર કરી દીધું હતું. તેમના મિત્રના ઘરેથી 25,50,000 રૂપિયા મળી આવ્યા હતા. આ ઉપરાંત આ થેલીમાંથી નાણા ઉપરાંત હાર્ડ ડિસ્ક પણ મળી આવી હતી. યુવરાજસિંહના સાળા કૃષ્ણરાજસિંહ ઉર્ફે કાનભા ઉર્ફે પપ્પુભાઈ ગોહિલને સુરતથી લાવીને પુછતા કે તેણે કબુલ કર્યું કે, પ્રકાશ ઉર્ફે પ્રદીપ બારૈયા (પી.કે), પાસેથી તેણે ઘનશ્યામ લાધવા તથા બીપીની ત્રીવેદી મારફતે 1 કરોડ રૂપિયા બળજબરીથી કઢાવવા પોતાના ભાઈ શીવભદ્રસિંહ ઉર્ફે શીવુભાની ઓફિસે તેનું નામ યુવરાજસિંહ જાડેજાની પ્રેસ કોન્ફરન્સમાં ડમી કાંડમાં નહીં જાહેર કરવા માટે ડીલ કરી હતી.
ADVERTISEMENT
તેમની પાસેથી યુવરાજસિંહની સૂચનાથી સ્વીકારેલા પૈકીના રૂપિયા શિવુભાએ 12 એપ્રિલ 2023એ તેના મિત્ર જીત હિતેશભાઈ માંડવીયાના શાંતિનાથ પાર્ક, રૂપાણી સર્કલમાં આવેલા ફ્લેટમાં એક બેગમાં તાળુ મારીને મુક્યા હતા. પોલીસને આપેલી આ વિગતો અનુસાર પોલીસે આ જગ્યા પર કાર્યવાહી કરતા, કાનભાના બતાવ્યા પ્રમાણે બેગમાંથી રૂ. 38,00,000 રિકવર કરવામાં આવ્યા છે. તેની ખાસ પુછપરછ વખતે તપાસ દરમિયાન બીજી પણ વિગતો સામે આવી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT