યુવરાજસિંહના 65,50,000 રૂપિયા મળી ગયા? બીજા સાળાએ સરેન્ડર કરતા જ નાણાનો બીજો જથ્થો મળ્યો
ભાવનગર : યુવરાજસિંહ જાડેજાનો મુદ્દો હવે કોબી જેવો થઇ રહ્યો છે. એક પછી એક પડ ખુલતા જઇ રહ્યા છે તેમ તેમ નવા નવા ખુલાસાઓ થઇ…
ADVERTISEMENT
ભાવનગર : યુવરાજસિંહ જાડેજાનો મુદ્દો હવે કોબી જેવો થઇ રહ્યો છે. એક પછી એક પડ ખુલતા જઇ રહ્યા છે તેમ તેમ નવા નવા ખુલાસાઓ થઇ રહ્યા છે. જો કે હજી સુધી સત્ય તો સામે આવ્યું નથી. ઉપરાંત પોલીસ પણ યુવરાજસિંહ પકડાયા બાદ કોહીનુર હીરો મળ્યો હોય તેમ તેની આસપાસ જ તપાસ કરી રહી છે. ડમી કૌભાંડની તપાસ હવે હાંસીયામા ધકેલાઇ ચુકી છે અને યુવરાજસિંહની આસપાસ જ તપાસ ચાલી રહી છે. સમગ્ર ડમી કાંડ હવે પોલીસ માટે ગૌણ બની ચુક્યો છે. હાલ પોલીસ દ્વારા યુવરાજસિંહ અને તેમની આસપાસના તમામ વર્તુળોની તપાસ ચાલી રહી છે.
યુવરાજસિંહના સાળાએ કબુલાત આપીને નાણાનો બીજો જથ્થો મળ્યો
આ જ અંતર્ગત નિલમબાગ પોલીસ સ્ટેશનમાં યુવરાજસિંહના શાળા શિવભદ્રસિંહ ગોહિલે સરેન્ડર કર્યું હતું. જેમાં તેની પ્રાથમિક પુછપરછમાં તેણે કબુલ્યું કે તેનો મિત્ર સંજય ખીમજી જેઠવાને સાચવવા માટે આપી હતી. પોલીસ દ્વારા તત્કાલ સરકારી પંચને બોલાવીને શિવુભાએ જણાવેલી જગ્યા પર પહોંચ્યા હતા. ત્યાં સંજયને પુછતા તેણે પણ કહ્યું હતું કે, શિવુભા તેના મિત્ર છે. તેઓ થોડા દિવસો પહેલા એક થેલી આપી ગયા હતા. જેથી પોલીસે તે થેલીની માંગ કરી હતી.
25.50 લાખ રૂપિયા અને ઓફીસની હાર્ડડિસ્ક મળી આવી
સરકારી પંચોની હાજરીમાં તે થેલી ખોલી હતી. થેલીમાંથી મોટી રકમ મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે નાણાની ગણત્રી કરતા 25,50,000 રૂપિયા મળી આવ્યા હતા. આ ઉપરાંત આ થેલીમાંથી નાણા ઉપરાંત હાર્ડ ડિસ્ક પણ મળી આવી હતી. આ અંગે સંજય જેઠવાએ આ હાર્ડડિસ્ક વિક્ટોરિયા પ્રાઇમ ખાતે આવેલી ઓફીસના સીસીટીવીની છે. જેના પગલે આ હાર્ડ ડ્રાઇવ પણ FSL ને મોકલી આપવામાં આવી હતી. હાલ તો વધારે પૈસા મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT