યુવરાજસિંહ પહેલીવાર LIVE: જેલતંત્રનો આભાર વ્યક્ત કરી હર્ષ સંઘવીને કરી ટકોર
અમદાવાદ : યુવરાજસિંહ જાડેજા કથિત તોડકાંડ/ડમીકાંડ મુદ્દે 3 મહિના જેટલો લાંબો સમય જેલમાં વિતાવીને જામીન પર બહાર આવી ચુક્યા છે. યુવરાજસિંહે બહાર આવતાની સાથે જ…
ADVERTISEMENT
અમદાવાદ : યુવરાજસિંહ જાડેજા કથિત તોડકાંડ/ડમીકાંડ મુદ્દે 3 મહિના જેટલો લાંબો સમય જેલમાં વિતાવીને જામીન પર બહાર આવી ચુક્યા છે. યુવરાજસિંહે બહાર આવતાની સાથે જ આજે સૌથી પહેલું ફેસબુક લાઇવ કર્યું હતું. બહાર આવીનેતેમણે ફરી એકવાર હુંકાર ભરતા કહ્યું કે, મારી લડત યથાવત્ત જ રહેશે. જે લોકો ખોટા છે તે તમામને હું ઉઘાડા પાડીશ. જે ખોટું છે તે ખોટું જ છે અને તેમાં કોઇ પણ બાંધછોડ કરવાનો મારો કોઇ ઇરાદો નથી. હું વિદ્યાર્થીઓના હિત માટે મારી જાત ઘસી નાખી છે અને ઘસતો રહીશ.
યુવરાજસિંહે પોતાના લાઇવ દરમિયાન જેલ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ભાવનગર જેલના જેલરે મને એક બાળકની જેમ સાચવ્યો હતો. મને માતા-પિતા જેવી હૂંફ પુરી પાડી હતી. જેલર ખુબ જ સારી રીતે સમગ્ર સંચાલન કરી રહ્યા છે. જો કે તેમણે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીને ટકોર કરી હતી. તેમણે કહ્યું કે, હર્ષ સંઘવીએ ATS ને રિસ્ક એલાઉન્સ આપ્યું છે. તે જ પ્રકારનું એલાઉન્સ તેમણે જેલ તંત્રને પણ આપવું જોઇએ. જેલ સિપાહીઓ કે જે ખુબ જ સારી રીતે જેલનું સંચાલન કરે છે. તેઓને પણ આ પ્રકારના એલાઉન્સની જરૂર છે.
જેલ સિપાહીઓ ખુબ જ અઘરું કામ 19 હજાર જેવા સામાન્ય પગારમાં કરતા હોય છે. તેઓને સામાન્ય પોલીસની જેવી કોઇ સાઇડ ઇનકમ પણ હોતી નથી. તેવામાં જરૂરી છે કે, સરકાર આ સાચી રીતે પોતાની નિષ્ઠાથી ફરજ બજાવતા જેલ સિપાહીઓને એલાઉન્સ મળે અને તેમના પરિવાર સારી રીતે જીવી શકે તેવો સન્માનનીય પગાર આપવો જોઇએ.
ADVERTISEMENT
ADVERTISEMENT