જામનગરની મહિલાના 12 ફેક ID બનાવી અશ્લિલ ફોટો-લખાણ પોસ્ટ થયા, તપાસમાં પુત્રનો જ મિત્ર નીકળ્યો

ADVERTISEMENT

gujarattak
social share
google news

Jamnagar News: જામનગરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં શિક્ષિત મહિલાના નામે અલગ-અલગ 12 જેટલા ફેક ID સોશિયલ મીડિયા પર બનાવવામાં આવ્યા હતા. આ એકાઉન્ટમાં એડિટ કરીને ફોટો મૂકીને નીચે અભદ્ર ભાશામાં લખાણો લખવામાં આવ્યા હતા. મહિલાએ આ અંગે સાયબર પોલીસમાં ફરિયાદ કરતા આરોપીને મહારાષ્ટ્રમાંથી પકડી લેવામાં આવ્યો હતો. જોકે કોર્ટમાંથી તેને 1 જ દિવસમાં જામીન મળી ગયા હતા.

મહારાષ્ટ્રના પુણેમાંથી પકડાયો આરોપી

વિગતો મુજબ, જામનગરની મહિલાના નામે ફેક આઈડી બનતા પોલીસમાં ફરિયાદ કરી હતી. જેમાં આરોપી મહારાષ્ટ્રના પુણેના રાજીવગાંધી ઈન્ફોટેક પાર્ટમાંથી ઝડપાયો હતો. આરોપીની પૂછપરછમાં તેણે જણાવ્યું કે, મહિલાના પુત્ર સાથે અભ્યાસ કરતો અને ઉચ્ચે શિક્ષણ મેળવ્યું હતું. જોકે મિત્ર સાથે સંબંધો પૂર્ણ થઈ જતા તેની માતાને બદનામ કરવા અલગ અલગ 12 ફેક એકાઉન્ટ બનાવ્યા હતા.

કેવી રીતે મેળવ્યા મહિલાના ફોટો?

ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ સારી નોકરી કરતો યુવક મિત્ર સાથે બદલો લેવા તેની માતાના એડિટ કરેલા ફોટો મૂકીને સાથે ગંદા લખાણો મૂકતો અને આ ફેક આઈડી પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલતો હતો. આ માટે આરોપી મિત્રની માતાના સાચા IDમાંથી ફોટોના સ્ક્રીનશોટ પાડતો અને તેને એડીટ કરીને તેમાંથી ફેક ફોટો બનાવતો હતો. હવે ચોંકાવનારો કિસ્સો સામે આવતા ભારે ચકચાર મચી ગઈ છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT