કેનેડામાં યુવક-યુવતીના લવ મેરેજથી મહેસાણામાં હોબાળો, 15 લોકોના ટોળાનું વીજાપુરમાં ધિંગાણું

ADVERTISEMENT

gujarattak
social share
google news

મહેસાણા: મહેસાણાના વિજાપુરમાં આવેલા બિલિયા ગામના યવકે બાજુના ગામની યુવતી સાથે કેનેડામાં પ્રેમ લગ્ન કરી લેતા ધિંગાણું સર્જાયું હતું. યુવતીના પરિવારના 10થી 15 લોકોના સભ્યોએ યુવકના માતા-પિતા પર જીવલેણ હુમલો કર્યો હતો. આટલું જ નહીં હથિયારો સાથે ઘરમાં ઘુસી ગયેલા ટોળાએ ઘરમાં પણ તોડફોડ કરી હતી. સમગ્ર મામલે હવે લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

યુવતીના પરિજનોનો યુવકના ઘરે હોબાળો
વિગતો મુજબ, વિજાપુરના બિલિયા ખાતે રહેતા પંકજભાઈ પટેલનો દીકરો પ્રિન્સ કેનેડામાં રહે છે અને બલિયાના બાજુના ગામની યુવતી પણ કેનેડામાં રહે છે. યુવક અને યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી તેમણે ત્યાં જ પ્રેમ લગ્ન કરી લીધા હતા. જેની અદાવત રાખીને યુવતીના કુટુંબીજનો 4 ગાડી અને એક પિકઅપ ડાલામાં બેસીને લાકડી અને ધોકા સાથે બિલિયા ગામ પ્રિન્સના ઘરે પહોંચી ગયા હતા.

ઘરમાં તોડફોડ કરી માતા-પિતાને માર માર્યો
ત્યાં પહોંચતા જ ‘તમારા છોકરાએ અમારી છોકરીને કેનેડામાં મારી નાખી છે’ એમ કહીને યુવતીના પરિજનો ઘર સુધી પહોંચી ગયા હતા અને ટોળું અપશબ્દો બોલી રહ્યું હતું અને બહાર નીકળવા માટે બુમો પાડી રહ્યું હતું. જોકે યુવકના માતા-પિતા ઘરમાં જ રહેતા દરવાજો ખોલ્યો નહોતો. એવામાં કુટુંબીજનોએ મકાનને ઘેરી લઈને લોખંડની જાળીઓ તોડી મકાનમાં ઘુસી ગયા હતા અને લાડકી મારીને તોડફોડ કરવા લાગ્યા હતા.

ADVERTISEMENT

યુવતી કેનેડામાં સલામત હોવાનું પોલીસે જણાવ્યું
આ બાદ ટોળું ઘરમાં ઘુસીને સામાનમાં તોડફોડ કરવા લાગ્યું. ફર્નિચરના કાચ ફોડી નાખ્યા, વાયર કાપી નાખ્યા, ટ્રેક્ટરને પણ નુકસાન પહોંચાડ્યું હતું. સાથે યુવકની માતાના કપડા ફાડીને તેમને લાકડીથી માર માર્યો તો પિતાનો લોખંડની પાઈપ મારી હતી. જેથી જીવ બચાવવા બંને ત્યાંથી ભાગી ગયા હતા. બાદમાં પોલીસ આવી જતા તેઓ બચી ગયા. સમગ્ર મામલે લાડોલ પોલીસ સ્ટેશનમાં યુવતીના પરિવારજનો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે જણાવ્યું હતું કે, યુવતીનું મોત થયું છે એવી વાતો સામે આવતા અમે તપાસ કરી, જોકે યુવતી કેનેડામાં સલામત હોવાની વિગતો સામે આવી છે. હાલમાં હુમલાખોરોને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT