ગુજરાતના યુવાનોએ 27 વર્ષથી કર્ફ્યૂ નથી જોયો, રોજગાર મુદ્દે ગુજરાતમાં અવ્વલ
Gujarat Panchayat Aajtak : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પંચાયત આજતક ના મંચ પર દિગ્ગજ નેતાઓના પહોચવાનો ક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ નેતા…
ADVERTISEMENT

Gujarat Panchayat Aajtak : ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા પંચાયત આજતક ના મંચ પર દિગ્ગજ નેતાઓના પહોચવાનો ક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપ નેતા ઋત્વીજ પટેલ અને કોંગ્રેસના નેતા ઇન્દ્રવિજય સિંહ ગોહિલ પણ જોડાયા હતા. બંન્ને નેતાઓએ 27 વર્ષના શાસન બાદ સ્પષ્ટ રીતે જવાબ આપ્યો. ગોહિલે ભાજપ સરકાર પર સીધો જ હૂમલો કર્યો તો પટેલે કોંગ્રેસના દાવાઓને પાયાવિહોણા ગણાવીને ઘેરાબંધી કરી હતી.
ભાજપ નેતા ઋત્વીજ પટેલે કહ્યું કે, યુવાનોએ માત્ર ભાજપનું શાસન જોયું છે. રોજગાર આપવામાં ગુજરાત પહેલા નંબર પર છે. સૌથી ઓછો બેરોજગારીદર ગુજરાતમાં છે. દેશના 50 ટકા સ્ટાર્ટઅપ ગુજરાતથી છે. ગુજરાત સરકારે પોતાના કર્મચારીઓ અને યુવાનો માટે સંવાદ કરીને ઉકેલ લાવ્યા છે. આંદોલનકર્તાઓ સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્રપટેલ સાથે વાત કરી અને તેમને સંતુષ્ટ કર્યા છે. ગુજરાતમાં ચૂંટણી પહેલા કોઇ આંદોલન નહોતું ચાલી રહ્યું. ગુજરાતના યુવાનોએ 27 વર્ષથી કર્ફ્યુ નથી જોયો. યુવાનોમાં સરકારી નોકરીનો ક્રેજ છે. તમામ આવેદકો બેરોજગાર છે તે કહેવું અયોગ્ય છે. લોકો ભરતી જોઇને આવેદન કરી રહ્યા છે તે પહેલા બીજી નોકરી કરી રહ્યા છે. યુવાનો સરકારી નોકરી અંગે તેઓમાં ક્રેઝ છે.
75 હજારથી એક લાખ સુધી સમગ્ર દેશમાં નોકરીઓ આપવામાં આવી રહી છે. આગામી સમયમાં 10 લાખ નોકરીઓ આપવાનું કામ મોદી કરી રહી થી. જયભાઇ અંગે કહ્યું તો તેઓ અલગ અળગ જવાબદારીઓ નિભાવતા તેઓ અહીં પહોંચ્યા છે. તેમણે ક્રિકેટ માટે કામ કર્યું. સંઘવી ત્રણ વખતના ધારાસભ્ય છે. તેમના સંગઠન માટે કામ કર્યું. રાજ્યમાં ખુબ જ સારુ કામ કરી રહ્યા છે. કોંગ્રેસ નિમ્ન સ્તરના આરોપો લગાવી રહી છે. કોંગ્રેસના સમયમાં 200 વખત કર્ફ્યૂ થયા છે. પ્રદેશમાં લો એન્ડ ઓર્ડર ઇશ્યું હવે ગુજરાતમાં નથી.
ADVERTISEMENT
સામાન્ય યુવાન આજે પણ રોજગાર માટે ઘર્ષણ કરી રહ્યા છે
કોંગ્રેસ નેતા ઇન્દ્રવિજય સિંહ ગોહિલે કહ્યું કે, 40 લાખ બેરોજગાર છે. યુવાનોનું માત્ર શોષણ થઇ રહ્યું છે. જેણે ક્યારે બેટ નથી પકડ્યું તે બીસીસીઆઇ સચિવ છે. આઠમી પાસ વ્યક્તિ ગુજરાતનો હોમ મિનિસ્ટર છે. બેરોજગારોની વિરુદ્ધ યુવા આંદોલન કરી રહ્યા છે. અહીં પેપરલીક થઇ જાય છે. 28 વખત પેપર લીક થઇ જાય છે. કેટલાક યુવાનોને રોજગાર મળ્યું છે. સામાન્ય યુવાનો આજેપણ સંઘર્ષ કરી રહ્યા છે. કોંગ્રેસે કહ્યું કે, દારૂબંધીનામ માત્રની છે. કરપ્શન પણ જરજસ્ત છે. આ અગાઉ ઉડતા પંજાબ હતું, હવે ઉડતા ગુજરાત થઇ ચુક્યું છે. એક લાખ કરોડનું ડ્રગ્સ પકડાયું તો કોઇ પુછનારૂ નથી. યુથ કોંગ્રેસે યુવા પરિવર્તન યાત્રા કાઢી છે. એક જિલ્લો બાકી નથી, જ્યાં હજારો વિદ્યાર્થીઓએ રસ્તા પર ઉતરીને ભાજપનો વિરોધ કર્યો.
ડ્રગ્સ પકડવું કંઇ રીતે ખોટું?
ભાજપે કહ્યું કે, 27 વર્ષમાં એક પણ મંત્રી પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો હોય તો જણાવો. કેન્દ્ર હોય કે ગુજરાત ક્યાંય ભ્રષ્ટાચારનો આરોપ હોય તો જણાવો. ડ્રગ્સના સવાલ અંગે તેમણે કહ્યું કે, કોઇ જો અમારા ટ્રાજિટ રૂટનો ઉપયોગ કરી રહ્યો હોય તો અમે ડ્રગ પકડે છે તો તેમાં કઇ વાત ખોટી છે. ડ્રગ્સ પકડીને અમે યુવાનોને બચાવી રહ્યા છે. આ રાજનીતિનો મુદ્દો બની રહ્યો છે. હાલ સરકાર એક અભિયાન ચલાવી રહી છે. લઠ્ઠો પીને 170 લોકોના મૃત્યુ અંગે તેમણે કહ્યું કે, અમે દોષીતોને જેલમાં નાખ્યા છે. સંબંધિત અધિકારીઓ પર કાર્યવાહી કરી છે. કોંગ્રેસે લઠ્ઠાકાંડ પર સરકારને ઘેર્યા હતા. સુરત અગ્નિકાંડ, મોરબી દુર્ઘટના અંગે પણ સરકાર પર સવાલો કર્યા હતા. કોંગ્રેસનું પોતાનું કામ બોલે છે. જ્યારે ભાજપના કાંડ બોલે છે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો વિભાગ છિવાયો તે અંગે પણ સવાલ કર્યો હતો.
ADVERTISEMENT
કોંગ્રેસ અમને શાસન કરવાનું ન શીખવે
ભાજપે કહ્યું કે, અમે કેડરબેઝના આધારે અમે સરકારમાં નવા ચહેરાને તક આપી છે. કોંગ્રેસ પ્રાઇવેટ લિમિટેડ કંપની તરીકે કામ કરે છે. અધ્યક્ષ બનાવવા મુદ્દે ડ્રામા થયો છે, તે અમે જોયું છે. કોંગ્રેસ અમે અનુશાસન કરવાનુંન શિખવવું જોઇએ. બદલી અંગે કહ્યું કે, આ સીએમનો વિશેષાધિકાર છે. એક મંત્રીનો હવાલો બીજાને આપવો કઇ રીતે ખોટું છે. જો કંઇ પણ ખોટુ થયું છે તો સામે લાવવું જોઇએ.
ADVERTISEMENT
હોસ્પિટલો બની તો તેમાં ડોક્ટર નથી
કોંગ્રેસના 20 ધારાસભ્યોને છોડવા અંગે કહ્યું કે, ઇન્દ્રવિજયે કહ્યું કે, ડબલ એન્જિનની સરકારનું મોડેલ છે, જ્યાં હોસ્પિટલ છે ત્યાં ડોક્ટર નથી. જ્યાં શાળા છે, ત્યાં ટીચર પણ નથી. ભાજપ ડબલ એન્જિનની સરકાર હવામાં ચાલી રહી છે. ગુજરાતની જનતા હવામાં ઉડનારી પાર્ટી છે જે જમીન પર લાવવાનું કામ કરશે. ચાર પૈડા અંગે સરકાર ચાલી રહી છે. બે પૈડા સીબીઆઇ અને ઇડીના છે. ખોટા કેસ અને ડરાવીને ધમકાવીને સરકાર ચલાવી રહી છે. અમે આ લોકોએ બે નવા પૈડા તૈયાર કર્યા છે. એક ઓવૈસી અને બીજા કેજરીવાલ લઇને આવે છે.
ખુબ જ મોટા માર્જિનથી ચૂંટણી જીતીશું.
ભાજપે કહ્યું કે, અમને કોઇ જ જરૂર નથી. કેજરીવાલ મુદ્દે કહ્યું કે, દિલ્હીમાં જ્યારે આપની પહેલીવાર સરકાર બની તો કોંગ્રેસે જ સમર્થન આપ્યું હતું. અમે સૌને સાથે લઇને ચાલી રહ્યા છીએ અને શાસન કરી રહ્યા છઈએ. ચૂંટણી પણ લડી રહ્યા છીએ. 27 વર્ષ પહેલાનું ગુજરાત અને હવે ગુજરાતના ફરક અંગે કોઇ પણ કહેશે. ગુજરાતમાં ક્યારે પણ થર્ડ ફ્રંટનો સ્વિકાર નહી કરે. અમારી સીટોના નંબર વધશે. માર્જિન પણ વધશે અને ગ્રાફ પણ આગળ વધશે. પહેલા ગુજરાતમાં 8-10 મેડિકલ હોય છે. આજે હજારો સીટો છે. દરેક જિલ્લામાં મેડિકલ બની રહ્યા છે. આયુષ્માન કાર્ડથી ગરીબોની સારવાર થઇ રહી છે. પહેલા ગુજરાતમાં મોદીજી 3 લાખ રૂપીયા સુધીની સુવિધા આપતા હતા. પહેલા ટીચર હતા હવે સ્માર્ટ સ્કુલો બની ચુકી છે.
કોંગ્રેસે કહ્યું કે, અમારા શાસનમાં ગવર્નમેન્ટ મેડિકલ હતા, તેમને બધાનું ખાનગીકરણ કરી દીધું. 1998 બાદ એક પણ કોલેજમાં લેક્ચરરની ભરતી નથી કરી. ભાજપે કહ્યું કે, 32 સરકારી સંસ્થાઓમાં અમારી પાર્ટીના જે કેન્ડીડેટ જીત્યા છે. ચૂંટણી જ્યારે આવે છે તો લોકો કોંગ્રેસને નકારી રહ્યા છે અને ભાજપને સ્વીકાર કરે છે. 2017 માં અત્યાર સુધી જેટલી ચૂંટણી આવી છે, બધામાં ભાજપ જીતતી આવી છે. હવે ચૂટણીમાં પણ કોંગ્રેસને રેકોર્ડ હારનો સામનો કરવો પડશે.
ADVERTISEMENT