વડોદરામાં સેલ્ફી લેવાના ચક્કરમાં યુવકે ગુમાવ્યો જીવ, 3 દિવસે મળી લાશ

ADVERTISEMENT

gujarattak
social share
google news

વડોદરા: સોશિયલ મીડિયામાં રાતો રાત સ્ટાર બનવાના ચક્કરમાં યુવાનોમાં સેલ્ફી અને રીલ્સ બનાવવાનું જઅને ઘેલું લાગ્યું છે. સેલ્ફી અને રીલ્સના ચક્કરમાં એંક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ દરમિયાન વધુ એક કિસ્સો સામે આવ્યો છે. વડોદરામાં સેલ્ફી લેવાના ચક્કરમાં બે મિત્રો નર્મદા નદીમાં ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. જેમાં સ્થાનિકો દ્વારા એકને બચાવી લેવાયો છે, જ્યારે બીજાનું મોત થયું છે.

જાણો શું હતી ઘટના
વડોદરા શહેરના નિઝામપુરા ગાયત્રી એપાર્ટમેન્ટમાં રહેતો અને ડી. આર. પટેલ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતો દેવ મોરે તેના વિસ્તારમાં સર્વોદય સોસાયટીમાં રહેતો અને ધોરણ 11માં ભણતા પ્રભદેવ સિંહ સાથે સાંજે ઘરેથી છાણી કેનાલ પાસે સાઈકલિંગ કરવા નીકળ્યો હતો. તે વખતે બંને સેલ્ફી લેવા સાઈકલ સાથે કેનાલની પાળી પર ચડીને ઊભા રહ્યા હતા. દરમિયાન ત્યાંથી પસાર થતી ફોર વ્હીલરના જર્કને પગલે સાઈકલ કેનાલમાં પડી હતી. જેથી પ્રભદેવ સાઈકલ કાઢવા પાણીમાં કૂદ્યો અને ડૂબવા લાગતા દેવ પણ ઉતર્યો અને થોડીવારમાં બંને ડૂબવા લાગ્યા.

આ બંને વિદ્યાર્થી સાઈકલ સાથે કેનાલમાં પડતાં સ્થાનિક મજૂરી કામ કરતા લોકો જોતા તાત્કાલિક દોડી આવ્યા હતા. અને બંને વિદ્યાર્થીઓને ડૂબતા જોઈ એક શ્રમજીવીએ કેનાલમાં છલાંગ લગાવી હતી. તે દરમ્યાન પ્રભદેવ સિંહ નામના વિદ્યાર્થીને બચાવી લીધો હતો. જ્યારે દેવ મોરે નામનો વિદ્યાર્થીનો કોઈ જાણકારી મળી નહતી કે, તે ક્યાં ગયો. આખરે આ ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરાતા સાંજનો સમય હોવાથી લશ્કરોએ ફ્લડ લાઇટ લગાવી યુવકની શોધખોળ કરી હતી. પરંતુ તેનો કોઈ આતોપત્તો લાગ્યો નહોતો.

ADVERTISEMENT

આ પણ વાંચો: ‘મહેરબાની કરીને કોઈએ દારૂ પીને આવવું નહીં’, રાજકોટમાં દીકરીના લગ્નની કંકોત્રીમાં પિતાએ લખાવ્યો મેસેજ

ઘટનાના ત્રીજા દિવસે મળી લાશ
ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રવિવાર બાદ સોમવારે પણ દેવનો મૃતદેહ ન મળતા શોધખોળ ચાલુ કરી અને મધુનગર પાસેથી તેનો મૃતદેહ પાણીમાં તરતો મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. મૃતદેહની ઓળખ બાદ દેવના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો હતો. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT