Patan: નશામુક્તિ કેન્દ્રમાં યુવકનું કાસળ કાઢી બારોબાર કરી અંતિમક્રિયા, આ રીતે ફૂટ્યો ભાંડો

ADVERTISEMENT

gujarattak
social share
google news

વિપિન પ્રજાપતિ, પાટણ: શહેરમાં આવેલ  નશા મુક્તિ કેન્દ્રમાં મહેસાણા જિલ્લાનો હાર્દિક સુથાર નામનો વ્યક્તિ ઘણા સમયથી સારવાર માટે દાખલ થયો હતો.  પરંતુ કોઈ કારણસર આ યુવાનને સંચાલક સહિત છ જણાએ ઢોર માર મારતા તેનું મોત થયું હતું. અને મૃતક યુવકના પરિવારને કોઈપણને જાણ કર્યા વગર બારોબાર અગ્નિદાહ આપી દીધો હતો. જોકે આ ઘટના ગત 17 ફેબ્રુઆરીના દિવસની છે પરંતુ હાર્દિકના મામાને શંકા જતા ફરિયાદ આઠ માર્ચના રોજ પાટણ સીટી બી ડિવિઝનમાં નોંધાતા સમગ્ર ઘટનામાં અનેક રહસ્યો બહાર આવ્યા.

હાર્દિકના મામા ચંદ્રકાંતભાઈ દ્વારા જણાવ્યા મુજબ તેમનો ભાણિયો હાર્દિક સુથાર પાટણ સ્થિત સરદાર કોમ્પલેક્ષમાં આવેલ નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર લઈ રહ્યો હતો. ગત 17 ફેબ્રુઆરી 23 ના રોજ હાર્દિક સાથે સાત વ્યક્તિઓએ ભેગા મળી હાથ પગ થી દોરડા બાંધી સફેદ પાઇપ વડે દોઢ કલાક સુધી ઢોર મારવામાં આવ્યો હતો. અને ગુપ્ત ભાગે પ્લાસ્ટિકને સળગાવી ગરમ ગરમ ડામ આપવામાં આવ્યા હતા. જેના કારણે હાર્દિકનું મોત થયું હતું. પણ નશા મુક્તિ કેન્દ્ર દ્વારા મૃતકના સગા વાલાઓને કહેલ કે બીપી લો થવાને કારણે મોત થયું હતું અને તેના અંતિમ સંસ્કાર પણ કરી નાખવામાં આવ્યા હતા.

નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર માટે લાવ્યા હતા
હાર્દિક નશા ના રવાડે ચડેલો હતો જેના કારણે પરિવાર પરેશાન હતો. થોડા સમય અગાઉ તેના પિતા તેને છોડી જતા રહ્યા હતા. ત્યારે નશાની લતને છોડવા હાર્દિકને પાટણની જયોના નશા મુક્તિ કેન્દ્રમાં સારવાર અર્થે મુકવામાં આવ્યો હતો.

ADVERTISEMENT

આ પણ વાંચો: Junagadh માં આલ્ફા વિદ્યા સંકુલના સંચાલકોએ કરી અનોખી પહેલ, શિક્ષકોને આપ્યા એક કરોડની ભેટ

સીસીટીવી ચકાસતા ફૂટ્યો ભાંડો
સમગ્ર ઘટના બાદ પોલીસ એક્શન મોડમાં આવી હતી. ત્યાર બાદ સીસીટીવીની તપાસ કરવા સમગ્ર મામલો સામે આવ્યો છે. જેમાં મૃતક હાર્દિકને ક્રૂરતા પૂર્ણ મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. જયારે સમગ્ર મામલાની તપાસ બાદ કુલ 7 આરોપી માંથી 6 આરોપીઓને પોલીસ ઝડપી લીધા છે.

ADVERTISEMENT

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT