RAJKOT માં કુદરતી હાજત કરી રહેલા યુવકનું હાર્ટ એટેકથી મોત, દરવાજો તોડી બહાર કઢાયો
રાજકોટ : શહેરમાં વધારે એક યુવકનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે. કુદરતી હાજતે ગયેલા 23 વર્ષના નિલેશ ચાવડા નામના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત…
ADVERTISEMENT
રાજકોટ : શહેરમાં વધારે એક યુવકનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે. કુદરતી હાજતે ગયેલા 23 વર્ષના નિલેશ ચાવડા નામના યુવકનું હાર્ટ એટેકના કારણે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે. યુવક બાથરૂમમાં જ ઢળી પડ્યો હતો. લાંબા સમય સુધી તે બહાર નહી આવતા તેના પરિવાર દ્વારા ખખડાવતા કોઇ હોંકારો નહી મળતા આખરે દરવાજો તોડીને તેને બહાર કાઢવો પડ્યો હતો. રાજકોટમાં એક વધારે કમકમાટીનો કિસ્સો સામે આવ્યો છે. કુદરતી હાજતે ગયેલા 23 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે મોત નિપજ્યું છે.
ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર નિલેશ નામના યુવકનું કુદરતી હાજર કરતા કરતા મોત નિપજ્યું હતું. વહેલી સવારે માતા પિતાએ દરવાજો ખખડાવવા છતા તેણે દરવાજો નહી ખોલતા આખરે દરવાજો તોડીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ ખાતે તેને ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. જો કે તબીબો દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 23 વર્ષીય નિલેશ ચાવડાના મોતના કારણે પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો હતો. કમકમાટી ભર્યા કિસ્સાથી ચકચાર મચી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રમત ગમત દરમિયાન યુવકોનાં મોત નિપજવાના કિસ્સામાં ખુબ જ વધારો નોંધાયો છે. રાજકોટમાં થોડા દિવસો અગાઉ ક્રિકેટ રમતી વખતે પણ એક યુવાનનું મોત નિપજ્યું હતું. આવા અમદાવાદ, સુરત અને વડોદરા સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી અનેક કિસ્સાઓ સામે આવ્યા છે.
ADVERTISEMENT
ADVERTISEMENT