જૂનાગઢઃ ગીર સાસણ ખાતે આવી રીતે ઉજવાયો વિશ્વ સિંહ દિવસ- જુઓ Videos

ADVERTISEMENT

gujarattak
social share
google news

ભાર્ગવી જોશી.જૂનાગઢઃ 10 ઓગસ્ટ એટલે આજે વિશ્વ સિંહ દિવસ તરીકે ખાસ ઉજવણી કરવામાં આવે છે. જે અંતર્ગત એશિયાટિક લાયનના એકમાત્ર નિવાસસ્થાન ગણાતા ગીર સાસણમાં ભવ્ય રીતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ફોરેસ્ટ સ્ટાફ સહિત શાળાના ઉત્સાહિત બાળકોએ, ટુરિસ્ટ ગાઇડસ, જિપ્સી ડ્રાઈવરે સિંહના મુખોટા પહેરી રેલી કરી,વક્તવ્ય આપી અને સિંહ દિવસની ઉજવણી કરી હતી.

સિંહોએ સામ્રાજ્ય 5 જિલ્લાઓમાં વધાર્યું

આ અંગે જણાવતા CCF આરાધના સાહુ એ કહ્યું કે સાસણ ખાતે વિશ્વ સિંહ દિવસની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી, વિદ્યાર્થીઓએ સિંહ અંગે જાગૃતતા વ્યક્ત કરતા સૂત્રોચાર કર્યા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલ આ કાર્યક્રમમાં ઉદ્બોધન કર્યું હતું. ગીર સાસણમાં સિંહોની વસ્તી છેલી ગણતરી મુજબ 674 છે જે ખુશીની વાત છે. સિંહો અંગે જાગૃતતા આવતા સિંહોની સુરક્ષા અને સંવર્ધન કાર્યક્રમોની સાથે વિશ્વ સિંહ દિવસની ઉજવણી 2013થી કરવામાં આવી રહી છે. જૂનાગઢ ઉપરાંત પોરબંદર, ભાવનગર, રાજકોટ સહિત પાંચથી વધુ જિલ્લામાં સિંહો પહોંચી ચૂક્યા છે. જે બતાવે છે કે સિંહોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT