World Cup Final 2023: વર્લ્ડ કપ ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાએ જીત્યો ટોસ, ભારતની પહેલા બેટિંગ; જાણો બંનેની પ્લેઈંગ 11
World Cup 2023 Final: ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે છે. ભારતીય ટીમ સતત દસ મેચ જીતીને ફાઈનલ મેચમાં પ્રવેશી છે જ્યારે…
ADVERTISEMENT
World Cup 2023 Final: ICC ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે છે. ભારતીય ટીમ સતત દસ મેચ જીતીને ફાઈનલ મેચમાં પ્રવેશી છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ સતત આઠ મેચ જીતી છે. સેમીફાઈનલમાં ભારતે ન્યુઝીલેન્ડને અને ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ભારતની નજર ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બનવા પર છે. ટીમ ઈન્ડિયાએ 1983 અને 2011માં વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. કાંગારૂ ટીમ વનડે વર્લ્ડ કપમાં 5 વખત ટાઈટલ જીતી ચુકી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મહામુકાબલો
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ થઈ ચૂક્યો છે. ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતી લીધો છે અને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.જેથી હવે ભારતીય ટીમ પહેલા બેટિંગ કરશે. આ મેચ પર સમગ્ર દુનિયાની નજર છે. દરેક લોકો આ મેચને લઈને ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે.
ઓસ્ટ્રેલિયા પ્લેઇંગ-11
ડેવિડ વોર્નર, ટ્રેવિસ હેડ, મિચેલ માર્શ, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), પેટ કમિન્સ (કેપ્ટન), મિચેલ સ્ટાર્ક, એડમ જામ્પા, જોશ હેઝલવુડ.
ભારતની પ્લેઈંગ-11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
પ્લેઈંગ-11માં નથી કરાયો કોઈ ફેરફાર
ઓસ્ટ્રેલિયાની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે ભારતીય ટીમ પ્રથમ બેટિંગ કરશે. આ ફાઈનલ મેચ માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ-11માં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ADVERTISEMENT
ADVERTISEMENT