ગુજરાતમાં મહિલા સશક્તિકરણની વાતો વચ્ચેઃ 10 ટકા કરતાં પણ ઓછા વિધાનસભામાં

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગરઃ ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં આપણે ઘણી બાબતો પણ અત્યાર સુધી વાચ્યું અને જાણ્યું છે. ત્યારે વધુ એક જાણવા જેવા બાબત એ પણ છે કે ગુજરાતમાં મહિલા નેતાગીરી પુરુષ નેતાગીરી કરતાં ઘણા ઓછા સ્થાને જોવા મળી છે. વર્ષ 1960થી ગુજરાતમાંથી અત્યાર સુધી માત્ર એક જ મહિલા વિધાનસભા અધ્યક્ષ બન્યા છે અને એક જ મહિલા મુખ્યમંત્રી. બાબત કોઈ પણ હોય પરંતુ આ એક સત્ય છે. ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ તરીકે ડો. નીમાબેન આચાર્ય રહ્યા અને પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે એક માત્ર આનંદીબેન પટેલ. વિધાનસભામાં પણ ધારાસભ્ય તરીકે મહિલાઓની હાજરી પાંખી જ રહી છે જે દસ ટકા કરતાં પણ ઓછી રહી છે.

આનંદીબહેન પટેલ ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી
ગુજરાત જ્યારે 1 મે 1960માં મહારાષ્ટ્રથી અલગ થયું તે પછીથી મુખ્યમંત્રીની ખુરશી પર પુરુષોનો દબદબો રહ્યો હતો. આ સમીકરણો વચ્ચે 54 વર્ષ પછી વર્ષ 2014માં જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે આ પદ ખાલી થયું અને તે પદ પર મોદીએ આનંદીબેન પટેલને બેસાડ્યા. મતલબ કે ગુજરાતને મહિલા મુખ્યમંત્રી મેળવવા માટે 54 વર્ષની રાહ જોવી પડી. જોકે તેમને પણ ટર્મ પુરી કરે તે પહેલા 6 ઓગસ્ટ 2016ના દિવસે રાજીનામુ આપવાનું થયું હતું. જાણીતું છે કે ગુજરાતમાં તે સમયે અનામત આંદોલન થયા હતા. જેના પછી આનંદીબહેન પટેલને આ ખુરશી ખાલી કરવાની થઈ હતી. હવે તેઓને ઉત્તર પ્રદેશના ર્જાયપાલ બનાવવામાં આવે છે. તે પછી હજુ પણ ખ્યાલ નથી ગુજરાતને કેટલા સમય સુધી મહિલા મુખ્યમંત્રી જોવા મળશે. આનંદીબહેન અત્યાર સુધીમાં ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જ રહ્યા તે સાથે ગુજરાતના એક માત્ર મહિલા મુખ્યમંત્રી પણ રહ્યા છે.

ડો. નીમાબેન આચાર્ય પ્રથમ વિધાનસભા અધ્યક્ષ
આ પછી આપણે વાત કરીએ ડો. નીમાબેન આચાર્યની તો તેઓએ વર્ષ 2021 સપ્ટેમ્બરે વિધાનસભાના અધ્યક્ષ પદ પર કાર્યભાર સંભાળ્યો. જોકે તે પહેલા તેમના સિવાય કોઈપણ મહિલા નેતા આ પદ પર કાર્યભાર સંભાળી ચુક્યા ન હતા. મતલબ કે તેઓ પ્રથમ વિધાનસભા અધ્યક્ષ બન્યા. આમ તો તેઓ મૂળ કોંગ્રેસના નેતા અને વર્ષ 2007માં ભાજપમાં આવ્યા હતા. ગુજરાતમાં જ્યારથી ચૂંટણીઓ શરૂ થઈ ત્યારથી વિધાનસભામાં કુલ 2307 ધારાસભ્યો ચૂંટાઈ આવ્યા છે જેમાં 2196 પુરુષો અને 111 જ મહિલા ધારાસભ્યો રહ્યા છે. મતલબ કે સભ્યોની સંખ્યામાં પણ મહિલા નેતૃત્વ 10 ટકા કરતાં ઓછું છે. હાલ જ્યારે મહિલા સશક્તિકરણની વાતો દરેક સરકાર અને રાજકીય પક્ષો કરી રહ્યા છે તેઓમાં પણ મહિલા નેતૃત્વને વધુ આગળ લાવવાની જરૂરિયાત તો છે જ. ગુજરાતમાં અત્યાર સુધીનો ઈતિહાસ તપાસીએ તો ધારાસભામાં 16 મહિલાઓ ચૂંટાયા હોય તેવું માત્ર ત્રણ જ વખત બન્યું છે એક 1985માં, બીજું વર્ષ 2007માં અને તેના પછી વર્ષ 2012માં.

ADVERTISEMENT

કોંગ્રેસના આ મહિલા નેતા પણ મહિલા સશક્તિકરણમાં કાર્યરત
વર્ષ 1962માં પ્રથમ વિધાનસભા ચૂંટણી વખતે 11 મહિલાઓ ધારાસભ્ય બની હતી. જોકે તે પછી 1975માં માત્ર 4, 1980માં માત્ર 5, 1990માં 4, 2002માં 12 તથા 2007 અને 12માં 16 ઉપરાંત 2017માં માત્હર 13 મહિલાઓ જ ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે મહિલાઓના નેતૃત્વની વાત કરીએ તો આજે પણ આનંદીબહેન પટેલની નિર્ણય શક્તિ પર કોઈ આંગળી ચિંધી શકે તેમ નથી કારણ કે તેઓ ખોંખારીને ઉચ્ચ નેતાગીરીને પણ પોતાના નિર્ણય પર અડગ રહી બતાવે તેવા નેતા રહ્યા હતા. તેમની એન્ટ્રી થાય ત્યાંથી જ કાર્યકરો અને નેતાઓમાં એક અલગ જ માહોલ જોવા મળતો હતો. મૂળ તો તેઓ શિક્ષક રહ્યા હતાને કે જેની છટા તેમની મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી રહી. તેઓ આવે એટલે બધા જ સીધા અને વ્યવસ્થિત થઈ જતા હતા. એક સમય હતો જ્યારે ગુજરાતમાં ચૂંટણી દરમિયાનની ઘણી કામગીરીઓમાં તેમની પાસે પાર્ટીની ખાસ કામગીરીઓની કમાન પણ રહેતી હતી. આવા જ એક નેતા કોંગ્રેસમાંથી પણ છે, તેમનું નામ ડો. અમીબેન યાજ્ઞિક. તેઓ રાજ્યસભાના સદસ્ય ઉપરાંત હાઈકોર્ટમાં વકીલ પણ રહી ચુક્યા છે. તેમણે પણ મહિલા સશક્તિકરણ માટે ઘણા કામો કર્યા છે. હાલ તેઓ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને વિધાનસભાની ચૂંટણીમાં ઘાટલોડિયા બેઠક પરથી ટક્કર આપવા કોંગ્રેસ તરફથી મેદાને ઉતર્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT