છોટા ઉદેપુરમાં પ્રેમીકાએ નવા પ્રેમી સાથે મળી જૂના પ્રેમીની હત્યા કરી, કારમાં સીટ બેલ્ટથી ગળું દબાવી દીધું

ADVERTISEMENT

આરોપી જયા અને મૃતક નિલેશની તસવીર
આરોપી જયા અને મૃતક નિલેશની તસવીર
social share
google news

નરેન્દ્ર પેપરવાલા/છોટા ઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકામાં અઠવાડિયા પહેલા તેજગઢ પાસે આવેલી રાયપુર કેનાલ પાસેથી એક મૃતદેહ મળ્યો હતો. જેમાં યુવકની હત્યા કરીને લાશને પાણીમાં ફેંકી દેવાઈ હોવાના પ્રાથમિક અંદાજના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે હવે સમગ્ર હત્યામાં આરોપી બીજુ કોઈ નહીં પરંતુ યુવકની પ્રેમિકા જ હોવાનું સામે આવ્યું છે. જેણે પોતાના નવા પ્રેમી સાથે મળીને યુવકની હત્યા કરીને લાશને ફેંકી દીધી હતી.

યુવકની હત્યા કરીને કેનાલમાં ફેંકેલી લાશ મળી હતી
વિગતો મુજબ, છોટા ઉદેપુરના દુમાલી ગામના 27 વર્ષના નિલેશને જયા વસાવા નામના યુવકની હત્યા કરાઈ હતી. જેના આધારે નીલેશના ભાઈએ 26 એપ્રિલ 2023ના રોજ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે તપાસ આદરી હતી. મૃતક યુવકના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેનું ગળું દબાવીને હત્યા કરાઈ હોવાનું ખૂલ્યું હતું. જે અંગે પોલીસે તપાસ કરતા મૃતકના પરિવારજનોએ ગામના શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની અને જયા રાઠવાની ધમકીની વાત જણાવી હતી. જેથી પોલીસે આ દિશામાં તપાસ કરી હતી અને પોલીસે તપાસ કરતા ગુનાનો ભેદ ઉકેલ નાખ્યો હતો.

આરોપી અપ્પુ સોનીની તસવીર

નિલેશને જયા સાથે 8 વર્ષથી પ્રેમ સંબંધ હતો
પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર નિલેશનો જયા રાઠવા સાથે છેલ્લા આઠ વર્ષથી પ્રેમ સંબંધ હતો. પ્રેમ સંબંધ ચાલતો હતો તેની અંદર ત્રીજા વ્યક્તિની એન્ટ્રી થઈ જેનું નામ છે શ્રેયસ ઉર્ફે અપ્પુ સોની છે જે જયા સાથે બે વર્ષથી પ્રેમ સંબંધમાં હતો. એટલે કે ત્રિકોણીયો પ્રેમ જંગ આ હતો. જેમાં જયા અને અપ્પુએ સમગ્ર હત્યાનું કાવતરું કરી નાખ્યું હતું. નિલેશ અને અપ્પુ સોની બંને પરિણીત છે. જયાને નિલેશ સાથે લગ્ન કરવા હતા, પરંતુ નિલેશ આ માટે ના પાડતો હતો. આથી તેણે નવા પ્રેમી અપ્પુ સોની સાથે મળીને હત્યાનું કાવતરું રચ્યું હતું.

ADVERTISEMENT

હત્યા કરીને પ્રેમિકા મુંબઈ ભાગી ગઈ
જે મુજબ જયાએ સૌથી પહેલા નિલેશને મળવા બોલાવ્યો હતો અને પછી કારમાં બેસાડીને વાતો કરી અને દારૂ પીવડાવ્યો. બાદમાં મોકો જોઈને કારના સીટ બેલ્ટથી ગળે ટૂંપો આપીને તેની હત્યા કરી નાખી હતી. બાદમાં લાશને પાવીજેતપુર નજીક રાયપુર કેનાલમાં ફેંકી દીધી હતી. હત્યા કર્યા બાદ જયા રાઠવા મુંબઈ ભાઈ ગઈ હતી, જ્યારે અપ્પુ સોની પાવી જેતપુરમાં સંતાઈ રહ્યો હતો. જોકે ગણતરીના દિવસોમાં જ પોલીસે હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. છોટાઉદેપુરના સી .પી .આઈ વી.એસ ગાવીતે જણાવ્યું હતું, કે બન્નેએ ગુનો કબુલ્યો છે. જયા રાઠવા હત્યા કર્યા બાદ મુંબઈ ભાગી ગઈ હતી અને કોઈ મિત્ર સાથે રહેતી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT