સુરતમાં પરિવારની મરજી વિરુદ્ધ કોર્ટ મેરેજ કરનારી બહેનની 1 મહિના બાદ હલ્દી સેરેમનીમાં ભાઈએ કરી હત્યા

ADVERTISEMENT

gujarattak
social share
google news

સુરત: સુરતના લિંબાયત વિસ્તારમાં ઓનર કિલિંગનો ધ્રૂજાવી નાખે તેવો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમી સાથે કોર્ટ મેરેજ કરનારી યુવતીના બાદમાં પરિવાર દ્વારા વિધિવત લગ્ન કરાવાઈ રહ્યા હતા. આ દરમિયાન હલ્દીની વિધિમાં યુવતીના પિતરાઈ ભાઈએ ત્યાં આવીને બહેન પર છરીથી હુમલો કરી દીધો હતો. લોહીલુહાણ થઈ ગયેલી બહેનનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ મોત થઈ ગયું હતું. તો બીજી તરફ સ્થાનિકોએ હુમલો કરનારા પિતરાઈ ભાઈને પકડીને પોલીસને હવાલે કરી દીધો હતો. હાલમાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને આ મામલે તપાસ હાથ ધરી છે.

પરિવારની મરજી વિરુદ્ધ યુવતીએ કર્યા હતા કોર્ટ મેરેજ
સુરતના લિંબાયતમાં આર.ડી ફાટક પાસેની રામેશ્વર સોસાયટીમાં રહેતા જીતેન્દ્ર અને કલ્યાણી વચ્ચે ઘણા સમયથી પ્રેમ સંબંધ હતો. જીતેનદ્ર મહાજન સમાજનો છે જ્યારે કલ્યાણી પાટીલ સમાજની. કલ્યાણીનો પરિવાર બંનેના પ્રેમ સંબંધ વિરુદ્ધ હતો. એવામાં એક મહિના પહેલા બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા. જેથી બંનેના વિધિવત લગ્ન કરવાનું નક્કી કરાયું. દરમિયાન હલ્દી સેરેમનીમાં જ કલ્યાણીનો પિતરાઈ ભાઈ મોનુ પાટીલ છરી લઈને બહેન પર તૂટી પડ્યો અને તેની હત્યા કરી નાખી.

લગ્ન મંડપમાં જ ઢળી પડી દુલ્હન
લગ્નના મંડપમાં જ મહેમાનોની સામે દુલ્હીન ઢળી પડી હતી. લોહીથી લથપથ અને પીડાથી કણસતી દુલ્હનને સારવાર માટે ખોળામાં ઉચકીને હોસ્પિટલ લઈ જવામાં આવી અને 108ની મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હોસ્પિટલ પહોંચતા પહેલા રસ્તામાં જ તેનું મોત થઈ ગયું હતું.

ADVERTISEMENT

હત્યારા ભાઈની પોલીસે કરી ધરપકડ
તો બીજી તરફ ઓનર કિલિંગની આ ઘટનામાં બહેન પર છરી વડે હુમલો કરનારા પિતરાઈ ભાઈને પકડી લેવામાં આવ્યો હતો અને લિંબાયત પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. જેથી લિંબાયત પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને હત્યા કરનારા મોનુ પાટીલની ધરપકડ કરી હતી.

    follow whatsapp

    ADVERTISEMENT