વિચિત્ર કિસ્સો! મહિલાને પ્રસવ પીડા ઉપડી, હોસ્પિટલમાં ડિલિવરી માટે પહોંચતા પેટમાં બાળક જ નહોતું

Yogesh Gajjar

ADVERTISEMENT

gujarattak
social share
google news

દાહોદ: દાહોદમાં ક્યારેક જ બનતો પ્રેગ્નેન્સીનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં મહિલા ગર્ભવતી બની પરંતુ તેના ગર્ભમાં બાળકની જગ્યાએ પરપોટાનો વિકાસ થયો. જ્યારે મહિલાને પ્રસુતિની પીડા ઉપડી અને ડિલિવરી માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી ત્યારે તેની સોનોગ્રાફી બાદ તબીબો પણ ચોંકી ઉઠ્યા હતા. મહિલાના પેટમાં બાળકની જગ્યાએ પરપોટાનો વિકાસ થઈ રહ્યો હતો.

શું હતો સમગ્ર મામલો?
વિગતો મુજબ, મધ્ય પ્રદેશના કદવાલ ગામમાં રહેતા એક પરિવારની મહિલા ત્રીજી વખત પ્રેગ્નેટ થઈ હતી. આ બાદ મહિલા નિયમિત તબીબ પાસે ચેકઅપ માટે જતી હતી. જોકે તેણે પહેલા સોનોગ્રાફી નહોતી કરાવી. બાદમાં પ્રેગ્નેન્સીના 9 મહિને તેને પ્રસવ પીડા ઉપડી હતી. એવામાં પરિવારજનો મહિલાને લઈને દાહોદની વુમન્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારમાં નવા સદસ્યની એન્ટ્રી થશે તે વાતને લઈને સૌ કોઈ ખુશ હતા.

તબીબે મહિલાની સોનોગ્રાફી કરતા જાણવા મળ્યું કે તેના પેટમાં તો બાળક જ નથી, તેની જગ્યાએ પરપોટા છે. જોકે પરિવાના સભ્યો તબીબની આ વાત માનવા જ તૈયાર નહોતા. આથી તેમને MRI કરવા માટે મોકલ્યા, તેમાં પણ મહિલાના પેટમાં બાળક નહીં પરંતુ પરપોટા હોવાનું જ સામે આવ્યું જે સાંભળીને પરિવારના સભ્યો પણ ચોંકી ગયા હતા. જોકે તબીબોએ સામાન્ય ડિલિવરીની જેમ જ મહિલાની ડિલિવરી કરાવી હતી.

આ પણ વાંચો

ADVERTISEMENT

શું હોય છે મોલર પ્રેગ્નેન્સી
સામાન્ય રીતે તંદુરસ્ત ભ્રુણના વિકાસ માટે શુક્રાણુ અંડકોષ સાથે મળે છે. પિતામાંથી રંગસૂત્રોની એક જોડી અને માતાના રંગસૂત્રોની એક જોડી ભ્રુણમાં ઉતરે છે. પરંતુ મોલર પ્રેગ્નેન્સીમાં શુક્રાણુના કોષ ખાલી અંડકોષમાં જોડાય છે અને તેમાં કોઈ રંગસૂત્રો હોતા નથી. આથી શુક્રાણુના બે કોષ ખાલી અંડકોષ સાથે મિલન કરે છે. જેમાં માત્ર પુરુષના રંગસૂત્રો હોય છે પરંતુ માતા રંગસૂત્રો હોતા નથી.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

ADVERTISEMENT

 

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT