મુંબઈથી દ્વારકાધીશના દર્શને આવેલા મહિલા યાત્રાળુ સાથે સિક્યોરિટીનું અસભ્ય વર્તન, ધક્કા મારતા પગમાં ફ્રેક્ચર
રજનીકાંત જોશી/દ્વારકા: કાળિયા ઠાકોરના દર્શન કરવા દૂર દૂરથી આવતા યાત્રાળુઓ ભાવ સાથે દ્વારકા આવે છે. પરંતુ જગત મંદિરમાં લોકોની સેવા અને સુવિધા માટે મૂકવામાં આવેલ…
ADVERTISEMENT

રજનીકાંત જોશી/દ્વારકા: કાળિયા ઠાકોરના દર્શન કરવા દૂર દૂરથી આવતા યાત્રાળુઓ ભાવ સાથે દ્વારકા આવે છે. પરંતુ જગત મંદિરમાં લોકોની સેવા અને સુવિધા માટે મૂકવામાં આવેલ સિક્યુરિટી ગાર્ડ માનવતાને નેવે મૂકીને યાત્રાળુઓ સાથે અસભ્ય વર્તન કરે છે, તેવી અનેક ફરિયાદો યાત્રાળુઓ કરે છે. અને આવા કિસ્સામાં કેટલીક વાર યાત્રાળુઓને ગંભીર ઇજા પણ પહોંચે છે. આવો જે એક કિસ્સો આજે મુંબઈથી દ્વારકા આવેલા ઊર્મિલાબેન બડેલા અને તેના પરિવાર સાથે બન્યો.
દર્શને આવેલી મુંબઈની મહિલાને પગમાં ઈજા
ઊર્મિલા બેન બડેલા તેના પતિ કે જેઓને આંખે કશું દેખાતું નથી તેમની સાથે ત્રણ દિવસ માટે દ્વારકા આવેલા, પણ આજે સવારે દર્શન કરવાના સમયે સિક્યુરિટી દ્વારા ધક્કો મારતા ઊર્મિલાબેન પડી જતાં તેમના પગમાં ગંભીર ઇજા પહોંચી છે. તેમને તાત્કાલિક દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ઊર્મિલા બેનને જમણા પગમાં ફેક્ચર હોવાનું જણાવ્યું અને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા.
મહિલા પોલીસ દર્શનાર્થીઓને ખેંચીને ધક્કા મારતા હોવાનો આક્ષેપ
મુંબઈથી ઊર્મિલા બેન સાથે આવેલા અન્ય યાત્રાળુ પ્રિયંકા શાહે કહ્યું કે, અમે લોકો મુંબઈથી આવ્યા છીએ. દ્વારકામાં પોલીસવાળાનું ખૂબ જ મિસ મેનેજમેન્ટ છે. ખાસ કરીને મહિલા પોલીસ, મહિલાઓને ખેંચી ખેંચીને ધક્કા મારે છે. લોકો આટલા દૂરથી આવે છે દર્શન કરવા માટે 5 મિનિટ તો આપવા જોઈએ ને. શૂટ ખેંચીને ધક્કો મારે છે, જાઓ… જાઓ… વૃદ્ધ મહિલાને ધક્કો મારી દીધો, પગ ફ્રેક્ચર થઈ ગયો. અમારી આખી ટ્રિપ ખરાબ કરી નાખી.
ADVERTISEMENT
ADVERTISEMENT