જૂનાગઢમાં બિલ્ડિંગ ધરાશાયી થતા પતિ-બે બાળકો દટાઈ જતા આઘાતમાં એસિડ પીનાર પત્નીનું પણ મોત
જૂનાગઢઃ હજુ પૂરની દુર્ઘટના લોકોના માનસપટલ પરથી હટી નથી ને ત્યાં શહેરના કડિયાવાડ વિસ્તારમાં પડેલી બિલ્ડિંગ દુર્ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે. દુર્ઘટનામાં એક જ પરિવારના…
ADVERTISEMENT
જૂનાગઢઃ હજુ પૂરની દુર્ઘટના લોકોના માનસપટલ પરથી હટી નથી ને ત્યાં શહેરના કડિયાવાડ વિસ્તારમાં પડેલી બિલ્ડિંગ દુર્ઘટનાએ લોકોને હચમચાવી નાખ્યા છે. દુર્ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોના કરુણ મોત નિપજ્યા હતા. ત્યારે પતિ-બાળકોના મોતના આઘાતમાં મંગળવારે એસિડ પીને આપઘાતનો પ્રયાસ કરનારી પત્નીનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
લોકોના કરુણ મોત અને સરકારી તંત્ર
જૂનાગઢમાં મકાન ધરાશાયી થતાં કરૂણ મોત નિપજનાર વ્યક્તિના પરિવારજનોમાં વધુ એક આઘાત વ્યાપી ગયો છે. જૂનાગઢના એક વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં બે બાળકો અને તેમના પિતાનું મોત થયું હતું, જેના કારણે તેમની પત્ની મયુરી બેને એસિડ ગટગટાવી લીધું હતું. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોડી રાત્રે મયુરીબેનનું દુઃખદ નિધન થઈ ગયું હતું. આ દુ:ખદ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ તરફ તંત્રની ત્રણ કલાકની મિટિંગ થઈ પણ તેમાં ક્યાંય કોઈએ જવાબદારી સ્વિકારવાનું નામ નથી લીધું ત્યાં આ પરિવારને ન્યાય ક્યારે મળશે તેનો પ્રશ્ન ઊભો હતો તેવામાં આવી ઘટનાએ સહુને ચોંકાવી દીધા છે.
ઘટના મુજબ, જૂનાગઢના કાડિયાવાડ વિસ્તારમાં મકાન ધરાશાયી થતાં બે બાળકોના પિતા સંજયભાઈ અને તેમના નાના બાળકોના જીવ ગયા હતા. આ દુ:ખદ ઘટનાએ પરિવારોને ભારે આંચકો આપ્યો હતો. સંજયભાઈના અવસાન બાદ તેમની પત્ની મયુરીબેન આ આફત સહન ન કરી શકી. તે આઘાતમાં સરી પડ્યા હતા અને પળવારમાં પરિવારનો માળો વિખેરાઈ જતા એકલા રહી ગયેલા મયુરીબેને પણ આપઘાત કરી લીધો.
ADVERTISEMENT
આઘાતજનક ઘટનાથી લોકોમાં શોક
લોકો મૃતકોના પરિવારજનો સાથે ઊભા છે, તેમને સાંત્વના આપી રહ્યા છે અને આ મુશ્કેલ સમયમાં તેમની સાથે છે. જૂનાગઢમાં બનેલી આ દુ:ખદ ઘટનાએ ફરી એકવાર લોકોને યાદ અપાવ્યું છે કે જીવન કેટલું અમૂલ્ય છે અને આપણે આપણા પ્રિયજનો સાથે રહેવું જોઈએ. આપણે આ દુઃખદ સમયમાં પરિવારને સંવેદનશીલતાથી ટેકો આપવો જોઈએ અને સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ, જેથી આવી કોઈપણ ઘટનાને અટકાવી શકાય.
(વિથ ઇનપુટ ભાર્ગવી જોશી)
ADVERTISEMENT
ADVERTISEMENT