ડી-ગેંગ સાથે સબંધ ધરાવતી મહિલા ડ્રગ્સ સાથે ઝડપાઇ, ૨ વર્ષથી હતી મુંબઈના ડ્રગ માફિયાઓના સંપર્કમાં
અમદાવાદ: છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં પોલીસે કરોડો રૂપિયાના ડ્રગ્સ ઝડપાયા છે. જે દરિયાઈ માર્ગે ગુજરાતમાં પ્રવેશવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ ગુજરાત પોલીસની ટીમ…
ADVERTISEMENT
અમદાવાદ: છેલ્લા એક વર્ષમાં ગુજરાતમાં પોલીસે કરોડો રૂપિયાના ડ્રગ્સ ઝડપાયા છે. જે દરિયાઈ માર્ગે ગુજરાતમાં પ્રવેશવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો, પરંતુ ગુજરાત પોલીસની ટીમ પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ડ્રગ્સ બાબતે દરોડા પાડી રહી છે. ડ્રગ્સ સાથે જોડાયેલા લોકોને પણ પકડી રહ્યા છે. આ બાબતે અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા એક મહિલા ડ્રગ ડીલરની ધરપકડ કરવામાં આવી છે, જેની પૂછપરછમાં મોટો ઘટસ્ફોટ થયો છે.
અમદાવાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે MD ડ્રગ્સ સાથે એક મહિલાની ધરપકડ કરી છે. પોલીસે આ મહિલા અમીના બાનો અને તેના સાથીદારના નામ પરથી 31 ગ્રામથી વધુ ડ્રગ્સ કબજે કર્યું છે, જેની કિંમત ત્રણ લાખથી વધુની હોવાનું કહેવાય છે. અમદાવાદના કાલુપુર વિસ્તારમાંથી ઝડપાયેલી અમીના બાનો છે. ગુજરાતની પ્રથમ મહિલા ડોન જે ડ્રગ ડીલર છે અને ડ્રગ્સનો બિઝનેસ ચલાવે છે. અમીના બાનોની પૂછપરછમાં પોલીસને એ પણ જાણવા મળ્યું છે કે તે ડી-ગેંગ સાથે સબંધ ધરાવે છે.
૨ વર્ષથી મુંબઈના ડ્રગ માફિયાઓના સંપર્કમાં
અમીના બાનુ મુંબઈના ઘણા ડ્રગ માફિયાઓના સંપર્કમાં પણ હતી, છેલ્લા 2 વર્ષથી તે ડ્રગ્સના ધંધામાં સક્રિય રીતે કામ કરતી હતી. ડ્રગ્સ લેવા આવતા લોકો અમીના બાના સાથે કોડ વર્ડમાં વાતચીત કરતા હતા. જેમાં 5 શબ્દોનો કોડ વર્ડ હતો, રસપ્રદ વાત એ છે કે 1980 થી 1990 દરમિયાન ડોન અબ્દુલ લતીફ ગુજરાતમાં દારૂનો ધંધો કરતો હતો તે સમયે અમીના દારૂના ધંધામાં તેની પાર્ટનર હતી.
ADVERTISEMENT
૧૦ વર્ષની સજા ભોગવી ચૂકીછે અમીના બાનો
તે અગાઉ અમીના બાનો બ્રાઉન સુગર સાથે પકડાઈ હતી અને કોર્ટે તેને 10 વર્ષની સજા પણ કરી હતી.અમીના બાનો 10 વર્ષ જેલમાં પણ વિતાવી ચૂકી છે. અમીના બાનોને 2002માં દોષિત ઠેરવવામાં આવી હતી, જેમાં તે 2012માં જેલમાંથી બહાર આવી હતી. પરંતુ આ વખતે જ્યારે અમીના બાનો પોલીસના હાથે ઝડપાઈ ત્યારે તેની પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું, તેની સાથે તેનો એક સાથીદાર પણ ઝડપાઈ ગયો હતો, અમીના બાનો અમદાવાદ શહેરની પ્રથમ મહિલા ડ્રગ ડીલર છે જે શહેરમાં ડ્રગ પેડલરની ચેઈન ચલાવે છે.
ADVERTISEMENT