ખેડા જિલ્લાના ત્રાજમાં યુવતીની જાહેરમાં હત્યા, હુમલાખોર ફરાર
હેતાલી શાહ, નડિયાદ: ગુજરાતમાં ગુન્હાનું પ્રમાણ દિવસે ને દિવસે સતત વધી રહ્યું છે ત્યારે સરકાર પણ આ બાબતે ચિંતિત છે. ગુન્હેગારોને ડામવા સતત પ્રયત્ન કરી…
ADVERTISEMENT
હેતાલી શાહ, નડિયાદ: ગુજરાતમાં ગુન્હાનું પ્રમાણ દિવસે ને દિવસે સતત વધી રહ્યું છે ત્યારે સરકાર પણ આ બાબતે ચિંતિત છે. ગુન્હેગારોને ડામવા સતત પ્રયત્ન કરી રહ્યા છે. ગુજરાતમાં મહિલા સુરક્ષિત હોવાના દાવા વચ્ચે ખેડા જિલ્લાના ત્રાજ ગામે સ્થાનિક યુવકે યુવતી પર ચપ્પા વડે જીવલેણ હુમલો કર્યો છે.
એક તરફ ગુજરાતમાં મહિલા સુરક્ષિત છે તેવ દાવા કરવામાં આવે છે ત્યારે બીજી તરફ આજે માતરના ત્રાજમાં યુવતી પર જાહેરમાં ચપ્પા વડે હુમલો કરી યુવક ફરાર થઈ ચૂક્યો છે. 32 વર્ષીય હુમલાખોરે જાહેરમાં કોઈ ડર વગર યુવતી પર જીવલેણ હુમલો કરી નાસી ગયો છે. માતર પોલીસ ઘટના સ્થળે પહોંચી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવતીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી જ્યાં યુવતી જિંદગી સામે જંગ હારી ગઈ છે.
એક તરફી પ્રેમ હોવાનું અનુમાન
ખેડા જિલ્લાના માતર તાલુકાના ત્રાજ ગામે ખોડીયાર પાન પાર્લર પાસે એક યુવકે 18 વર્ષીય યુવતી પર ચપ્પાના ઘા મારીને ફરાર થઈ જતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ હુમલો કરનાર ૩૨ વર્ષીય રાજુભાઈ મગનભાઈ પટેલ 18 વર્ષ યુવતીના એક તરફી પ્રેમમાં પડ્યા હતા અને યુવતી પાસે અવારનવાર બીભસ્ત માંગણી કરતો હતો. છેલ્લા ઘણા સમયથી આ સિલસિલો ચાલતો હતો ત્યારે આજે ત્રાજ ગામે 18 વર્ષે યુવતી જ્યારે ખોડીયાર પાન પાર્લરમાં કોલ્ડ્રીંક્સ લેવા ગઈ દરમ્યાન 32 વર્ષીય રાજુભાઈ પટેલે યુવતી પર ચપ્પાના ઘા મારી હુમલો કરી ફરાર થઈ ગયો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT