ભાજપના નેતા પર મહિલાએ લગાવ્યા બળાત્કારના આરોપ, ચાર વર્ષ સુધી લગ્નની લાલચે…
નવસારી : જિલ્લાની ચીખલી તાલુકા પંચાયતમાં ભાજપના સભ્ય રોબિન્સ પટેલ સામે વિધવા મહિલાએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી…
ADVERTISEMENT
નવસારી : જિલ્લાની ચીખલી તાલુકા પંચાયતમાં ભાજપના સભ્ય રોબિન્સ પટેલ સામે વિધવા મહિલાએ દુષ્કર્મની ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે આરોપીની ધરપકડ કરી છે. આરોપી રોબિન્સે લગ્નની લાલચ આપીને ચાર વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું હોવાનો આક્ષેપ વિધવા મહિલાએ લગાવ્યો હતો.
પતિના મોત બાદ સંપર્ક આવ્યા બાદ સંપર્ક કેળવીને સંબંધ બાંધ્યા
ચીખલી તાલુકાના એક ગામમાં રહેતી મહિલાના પતિનું બિમારીના કારણે 2017 માં જ મોત નિપજ્યું હતું. ત્યાર બાદ મહિલા 2019 માં પોતાના જ ગામમાં રહેતા અને ચીખલી તાલુકા પંચાયત સભ્ય રોબિન્સ પટેલના સંપર્કમાં આવી હતી. ધીરે ધીરે બંન્ને વચ્ચે પરિચય વધ્યો હતો. એકવાર બંન્ને એકાંતમાં મળ્યા અને અંતરંગ પળો માણી હતી. ત્યાર બાદ લગ્નની લાલચે તે વારંવાર શરીર સુખ માણતો રહ્યો હતો.
ADVERTISEMENT
રોબિન્સે વારંવાર અલગ અલગ જગ્યાઓ પર શરીર સંબંધ બાંધ્યો
જો કે ભાજપનો નેતા રોબિન્સ પટેલ ચાર વર્ષ સુધી મહિલાનું શારીરિક શોષણ કરતો રહ્યો હતો. મહિલાએ રોબિન્સને લગ્ન કરવાનું દબાણ કરતા રોબિન્સે થોડા સમય ઠાગાઠૈયા કર્યા બાદ ઇન્કાર કરી દીધો હતો. જેથી આખરે મહિલાએ સમાજના લોકોને વાત કરતા સમાજ સમક્ષ જ રોબિન્સે લગ્નનો ઇન્કાર કરી દીધો હતો. જેના પગલે આખરે પીડિતાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી હતી. હાલ તો ફરિયાદના આધારે પોલીસે રોબિન્સની ધરપકડ કરી છે.
ADVERTISEMENT