પોલીસ ગ્રે પેડ મુદ્દે સરકાર કરી કરશે મોટી જાહેરાત? કે પછી લાગશે રાજકીય રંગ

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગુજરાતમાં વર્ષના અંતે ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ગુજરાતમાં વિવિધ રાજકીય આગેવાનોના આંટાફેરા સતત વધી રહ્યા છે. ગુજરાતમાં ગઇકાલે અરવિંદ કેજરીવાલે પોતાની સભામાં પોલીસ ગ્રેડ-પેનો મુદ્દો ઉઠાવ્યો હતો ત્યારે આ મુદે રાજકારણ ગરમાયુ છે. પોલીસ ગ્રેડ પે મામલે ગુજરાતના પોલીસ કારમી માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્ય સરકાર 15 ઓગસ્ટ પહેલા આ મામલે મહત્વનો નિર્ણય લે તેવી અટકળો લગાવવામાં આવી રહી છે.

અલગ અલગ વિભાગો સાથે ૨૫ ઉચ્ચ સ્તરીય બેઠકોને અંતે સુવ્યવસ્થિત માળખા સાથે પોલીસ ગ્રેડ પેના સંદર્ભમાં ૧૪ ઓગસ્ટે સુખદ જાહેરાત કરવાની ગૃહ વિભાગની યોજના હતી. એ પહેલાં જ ‘આપ’દ્વારા પગાર ધોરણની જાહેરાત કરવામાં આવી. અરવિંદ કેજરીવાલની જાહેરાત બાદ પોલીસ ગ્રેડ પેના મુદ્દાને રાજકીય રંગ લાગ્યો છે. અત્યાર સુધી આ ઘટના રાજકીય ન હતી હવે રાજકીય રંગ ભેળવાયો. જ્યારે આવી કોઈ ઘટના થાય ત્યારે રાજકીય લાભની લાહ્ય અંતે લાભાર્થી ને દઝાડે છે.જોવાનું એ રહ્યું કે, ૧૪ તારીખે જે જાહેરાત થવાની હતી એ હવે લંબાશે કે નહીં? કે પોલીસ હિતમાં સરકાર નક્કી યોજના પ્રમાણે જ ચાલશે? જો આઝાદી પર્વના આગલ દિવસે આ જાહેરાત કરવામાં આવે તો પોલીસ કર્મચારી સાથે આમ આદમી પાર્ટીને પણ લાભ થશે.

સરકાર મૂંઝવણમાં ?
જો સરકાર આ મુદ્દે ટૂંક સમયમાં જાહેરાત કરવાના હતા તો હવે જાહેરાત કરવામાં આવે તો આ જાહેરાત નો લાભ આમ આદમી પાર્ટી ને જશે જ્યારે જાહેરાત ન  કરે તો આ મુદ્દાને લઈ રાજ્યના પોલીસ કર્મીઓ સરકારથી નારાજ જ રહે અને તેની અસર ચૂંટણી પર પડે. આમ, ગુજરાતમાં અરવિંદ કેજરીવાલે માસ્ટર સ્ટોક લગાવી અને સરકારને મૂંઝવણમાં મૂકી દીધી છે. જો હા કહે તો હાથ કપાય અને ના કહે તો નાયક કપાય તેવી પરિસ્થિતિ નો સામનો સરકાર કરી રહી છે.

ADVERTISEMENT

ગૃહમંત્રીએ કહી આ વાત
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કહ્યું કે, લોકોને ભટકાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ વિષે પર મુખ્યમંત્રી એ અનેક વખત બેઠકો બોલવામાં આવી છે.  અલગ અલગ વિભાગ સાથે બેસી અને સકારાત્મક કરી થઈ શકે તે વિષે પર રાજ્ય સરકારે ચિંતન કર્યું છે  અને જ્યારે આ વિષયનો સુખદ અંત નજીક પહોંચ્યો ત્યારે રાજ્યના હજારો પરિવારને જે લાભ મળવાનો હતો તે લાભ અટકાવવાની કોશિશ કરવામાં આવી કે લોકોને ભટકાવવાની કોશિશ કરવામાં આવી એ સમજવા માટે તમે સૌ લોકો ખૂબ જ સક્ષમ છો. માત્ર ગાંધીનગરના જ નહીં પરંતુ આખા ગુજરાતના પત્રકારો સારી રીતે જાણે છે. આ વિષયનો સુખદ અંત ગણતરીના દિવસોમાં આવવાનો હતો. આ સુખદ અંત રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો . શું ગુજરાતમાં આ પ્રકારની રાજનીતી ક્યારે પણ જોઈ છે? રક્ષાબંધન પર એવો કેવો ભાય હશે જે પોતાની બહેનોને મળતો લાભ રાજકીય લાભ માટે લાલચ માટે રોકવાનો પ્રયાસ કરે? અમે આવા વિષયમાં કોઈ રાજનીતિ કરવા નથી માંગતા. મુખ્યમંત્રીએ દરેક માંગણી પર પોતે સામે આપી કોઈ પણ પ્રકારનો રાજકીય લાભ નથી લીધો. માંગણી યોગ્ય હોય તો લાભ કઈ રીતે આપી શકાય તે અંગે ચિંતન કર્યું છે.

હર્ષ સંઘવીએ થોડા પહેલા પહેલા પણ આ અંગે નિવેદન આપ્યું હતું
પોલીસ ગ્રેડ પેને લઇને થોડાક દિવસો અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘પોલીસ ગ્રેડ પે બાબતે વિચારણા ચાલુ છે. ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.’

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT