Gujarat માં હવે વરસાદ પડશે કે ઠંડી? હવામાન વિભાગ-અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ADVERTISEMENT

Ambalal patel IMD
Ambalal patel IMD
social share
google news

અમદાવાદ : રાજ્યમાં હવે ઠંડીની શરૂઆત થઇ ચુકી છે તો બીજી તરફ તોફાનોનો કહેર જોવા મળી રહ્યો છે. બીજી તરફ ઠંડા પવનો ફુંકાવાની શરૂઆત થઇ ચુકી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ સુધી હવામાન કેવું રહેશે તે અંગે મહત્વની આગાહી કરી હતી. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ આ અંગે જણાવ્યું કે, રાજ્યમાં તાપમાન શુષ્ટ રહેશે. વરસાદની કોઇ શક્યતા ગુજરાતમાં નહીવત્ત છે.

હવામાન વિભાગના ડાયરેક્ટરે આગાહી કરી

હવામાન વિભાગના ડાયરેક્ટરના અનુસાર ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ક્યાંય પણ વરસાદની શક્યતા નહીવત્ત છે. રાજ્યમાં માછીમારો માટે પણ કોઇ પણ પ્રકારની ચેતવણી નથી. રાજ્યમાં નિયમિત ઠંડીની શરૂઆત થઇ ચુકી છે. નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી 24 કલાકમાં આ તાપમાનમાં ઘટાડો થઇ શકે છે.

સમગ્ર ગુજરાતના વાતાવરણમાં હવે તબક્કાવાર રીતે ઠંડી વધશે

અમદાવાદનું લઘુત્તમ તાપમાન 18.4 ડિગ્રી છે. જ્યારે ગાંધીનગમાં 17 ડિગ્રી આસપાસ છે. આગામી ત્રણ દિવસ અમદાવાદ અને ગાંધીનગરના તાપમાનમાં પણ ઘટાડો શક્ય છે. અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત સમગ્ર શહેરમાં તાપમાનમાં ઘટાડો થશે. હવામાન વિભાગના અનુસાર હવે તબક્કાવાર રીતે ઠંડીની શરૂઆત થશે. અમદાવાદમાં 18 ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT