નવરાત્રીમાં વરસાદ આવશે કે નહી? હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી સ્પષ્ટતા
અમદાવાદ : ગુજરાતમાં વરસાદના પગલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કચ્છમાંથી વિદાય લેવાની તૈયારીમાં છે. જો કે આગામી…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાતમાં વરસાદના પગલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગના અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કચ્છમાંથી વિદાય લેવાની તૈયારીમાં છે. જો કે આગામી 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાંથી હજુ ચોમાસાએ અધિકારીક રીતે વિદાય લીધી નથી. જો કે અમદાવાદમાં છુટોછવાયો વરસાદ થાય તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
48 કલાકમાં ભારે વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાતમાં 48 કલાક સુધી ભારે વરસાદની આગાહી કરાઇ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 34 ટકા કરતા પણ વધારે વરસાદ નોંધાયો છે. એટલે કે સિઝનનો કુલ 134 ટકા વરસાદ પડી ચુક્યો છે. દક્ષિણમાં 148 ટકા સાથે સૌથી ટોપ પર છે. જો કે હજી પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે.
નવરાત્રી મહોત્સવ સમયે શું રહેશે વરૂણદેવની રણનીતિ
આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થઇ રહ્યો છે. કોરોનાને પગલે નવરાત્રીના આયોજનો પર પ્રતિબંધ લાદી દેવાયો હતો.જો કે આ વર્ષે ગુજરાતીઓ ભરપુર નવરાત્રી માણી લેવાના મુડમાં છે. જો કે તેમાં વરસાદ વેરી બને તેવી શક્યતા છે. જો કે વરસાદ વેરી માત્ર દક્ષિણ ગુજરાતમાં જ બની શકે છે. અન્ય વિસ્તારોમાં વરસાદ નહી પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરી છે. જેથી સુરતને બાદ કરતા અન્ય તમામ મહાનગરોમાં નવરાત્રીની રંગેચંગે ઉજવણી થઇ શકશે.
ADVERTISEMENT
ADVERTISEMENT