શું સૌરાષ્ટ્ર-કચ્છમાં આમ આદમી પાર્ટી આશ્ચર્યજનક પ્રદર્શન કરશે? ચોંકાવનારો અહેવાલ

ADVERTISEMENT

gujarattak
social share
google news

કૌશિક કાંટેચા/કચ્છ : શું સૌરાષ્ટ્ર અને કચ્છમાં આમ આદમી પાર્ટીનો દબદબો વધી રહ્યો છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ માટે આમ આદમી પાર્ટી પડકાર પેદા કરશે વગેરે સવાલો છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી મુદ્દે આ વર્ષે આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ પ્રચાર પ્રસારમાં પોતાની તમામ શક્તિ કામે લગાડી દીધી છે.

આમ આદમી પાર્ટી તમામ પ્રકારે આશ્ચર્યજનક પ્રદર્શન
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી મુદ્દે આ વર્ષે આમ આદમી પાર્ટી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત પહેલા જ પ્રચારમાં જોડાઇ ચુકી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગત્ત થોડા મહિનાઓથી સતત આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જનસભાનું આયોજન કરવામાં આવ્યું. હવે આમ આદમી પાર્ટી પોતાનાં અન્ય નેતાઓ જેમ કે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને પણ ચૂંટણી પ્રચારમાં ઉતાર્યા છે ગત્ત થોડા મહિનાઓમાં સૌરાષ્ટ્ર કચ્છમાં થયેલી આમ આદમી પાર્ટીની જનસભા અને કાર્યક્રમમાં જે પ્રકારે લોકો ઉમટી પડે છે તેને લઇને ભાજપ અને કોંગ્રેસ બંન્ને ચિંતામાં છે. અનેક નેતાઓ તો અંદરખાને મોટા ફેરફારની આશંકા પણ સેવી રહ્યા છે.

આ પાંચ મુદ્દે નજર કરતા સૌરાષ્ટ્ર-કચ્છમાં આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ વધતું દેખાઇ રહ્યું છે.
(1) જનસભાઓમાં ઉમટી રહી છે ભીડ
(2) યુવાનો અને છાત્રોનું આમ આદમી પાર્ટીમાં મોટા પ્રમાણમાં હાજર રહેવું
(3) ગ્રામીણ વિસ્તારોમાં સરકારથી નારાજ ખેડૂતોનું આમ આદમી પાર્ટીની સભાઓમાં જોડાવું
(4) કોંગ્રેસના નારાજ નેતાઓનું આમ આદમી પાર્ટીમાં જોડાવું
(5) આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં પોતાના સંગઠનને ખુબ જ મજબુત બનાવ્યું છે.

ADVERTISEMENT

સૌરાષ્ટ્ર-કચ્છની રેલીઓમાં મોટા પ્રમાણમાં લોકો ઉમટે છે
સૌરાષ્ટ્ર કચ્છમાં આયોજીત થતી રેલીઓના કારણે લોકોમાં AAP પ્રત્યે ભારે જોડાવ જોવા મળી રહ્યું છે, જેના કારણે કોંગ્રેસ અને ભાજપ બંન્નેને નુકસાન થશે તેવું લાગી રહ્યું છે. રાજનૈતિક નિષ્ણાતોના અનુસાર સૌરાષ્ટ્ર-કચ્છમાં AAP ના કારણે કોંગ્રેસ વોટ શેરિંગ ઘટી શકે છે અને ભાજપનો વોટ શેર પણ તેના કારણે પ્રભાવિત થઇ શકે છે. આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને ભાજપ બંન્નેના મતદાતાઓને નુકસાન પહોંચાડી શકે છે. જો કે આ ક્ષેત્રમાં આમ આદમી પાર્ટી માટે સીટ જીતવી પણ એટલી જ મુશ્કેલ છે.

જો કે સભામાં આવતા લોકો મત આપે તે જરૂરી નથી
આમ આદમી પાર્ટીની રેલીમાં ઉમટી રહેલી ભીડ શું મતમાં પરિવર્તિત થશે કે નહી તે ગુજરાત વિધાનસભાનું પરિણામ જાહેર થયા બાદ જ ખબર પડશે. જો કે આપની જનસભામાં વધી રહેલી ભીડના કારણે ભાજપ અને કોંગ્રેસ બંન્નેના નેતાઓની ચિંતા વધી ચુકી છે. હાલ તો નેતાઓ અને કાર્યકર્તાઓ આપને આગળ વધતી અટકાવવા માટે મચી પડ્યાં છે.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT