Morbi: પત્નીએ ભાઈ સાથે મળીને પતિને ઊંઘની દવા ખવડાવીને ગળું દબાવી દીધું, કઈ વાતનો લીધો ભયાનક બદલો?

ADVERTISEMENT

પતિની હત્યામાં આરોપી પત્ની અને ભાઈ (વચ્ચે)ની તસવીર
Morbi News
social share
google news

Morbi Crime News: મોરબીના માળીયા-મિયાણા તાલુકામાં આવેલા જૂના અંજીયાસર ગામના તળાવમાંથી 3 દિવસ પહેલા એક વ્યક્તિની લાશ મળી હતી. લાશની સ્થિતિ જોતા પોલીસને શંકા ગઈ હતી કે તેની હત્યા કરવામાં આવી છે. આથી ફોરેન્સિક પીએમ કરાવતા ચોંકાવનારા રહસ્યો બહાર આવ્યા હતા. જે મુજબ મૃતકને ઘેનની ગોળીઓ આપી બેભાન કરીને ગળું દબાવી દેવામાં આવ્યું હતું. હત્યા બાદ લાશને તલાવડીમાં ફેંકી દેવામાં આવી હતી. 

મૃતદેહની ફોરેન્સિક તપાસમાં ખુલ્યું રહસ્ય

વિગતો મુજબ, ગત તારીખ 2 જૂનના રોજ માળીયા-મિયાણા તાલુકાના જુના અંજીયાસર ગામે આવેલા તળાવમાંથી એક વ્યક્તિની લાશ મળી આવી હતી. લાશને બાઈક સાથે બાંધેલી હતી જે જૂના અંજીયાસર ગામે રહેતા હાજીભાઈ મોવરની હતી. મૃતકના પુત્ર સાહિલ હાજીભાઈ મોવર ફરિયાદ નોંધાવતા માળીયા પોલીસે પ્રથમ અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી શંકાના આધારે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ફોરેન્સિક પીએમમાં મૃતકના શરીરમાંથી બેભાન થવાની દવા તથા તેનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા મૃતકના પત્ની શેરબાનું હાજીભાઈ મોવર અને સાળા ઇમરાન હૈદરભાઈ ખોડેને ઝડપી લીધા હતા.

પત્નીની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો

આરોપીઓની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું કે, મુજબ મૃતક હાજીભાઈ મોવર પોતાની જ પુત્રી ઉપર અવાર નવાર નજર બગાડતો હતો. આથી પત્ની શેરબાનું અને સાળા ઇમરાન હૈદરભાઈ ખોડે બંનેએ સાથે મળીને 2 જુલાઈના રોજ રાત્રે મૃતક હાજીભાઈને પહેલા ચા અને બાદમાં શાકમાં ઘેની પદાર્થના ગોળીઓ ખવડાવી દીધી હતી. ઘેનની દવા પીવાના કારણે હાજીભાઈ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેને ચૂંદડી વડે ગળેફાંસો દઈ હત્યા કરી દેવામાં આવી હતી. અને લાશને મૃતકના બાઈક સાથે બાંધીને તલાવડીમાં ફેંકી દીધી હતી.

ADVERTISEMENT

કેમ કરી પત્નીએ પતિની હત્યા?

મૃતક પોતાની જ પુત્રી પર નજર બગડતો હોવાથી પત્ની એ જ પોતાના ભાઈ સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. અવાવરું જગ્યામાં આવેલ તલાવડીમાં લાશને ફેંકી દીધા બાદ આરોપીઓને એમ કે હવે આ બાબતે કોઈને ખબર નહિ પડે અને તેઓ નિશ્ચિત થઈ ગયા હતા. પરંતુ કહે છે ને કે પાપ છાપરે ચડીને પોકારે છે તેમ એક વ્યક્તિ તે તરફથી પસાર થયો અને તેને પાણીમાં પગ તરતા જોયા તેણે પોલીસને જાણ કરી અને સમગ્ર મામલાનો ભાંડો ફૂટી ગયો.

(રાજેશ આંબલિયા, મોરબી)

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT