દમણમાં મિલકતના ઝઘડામાં ત્રીજી પત્નીએ પતિની હત્યા કરી નાખી, બે દિવસ લાશ સાથે ઘરમાં રહી

ADVERTISEMENT

gujarattak
social share
google news

વલસાડ: દમણમાં પત્નીએ પતિની હત્યા કરી હોવાની ચોંકાવનારી ઘટના બની છે. પાંચ દિવસ પહેલા શુક્રવારે દમણના ખારીવડ સ્થિત ગોકુલધામ સોસાયટીની એક બિલ્ડિંગમાંથી યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવી હતી. જે મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસની કાર્યવાહીમાં પ્રોપર્ટીને લઈને થયેલી તકરાર બાદ યુવકની ઉશ્કેરાયેલી ત્રીજી પત્નીએ તેન મોતને ઘાટ ઉતારી નાખ્યો હોવાનો ખુલાસો થયો હતો.

ઘરમાંથી યુવકની લાશ મળી હતી
વિગતો મુજબ, દમણના ખારીવાડમાં ગોકુલધામ સોસાયટીમાં સંજીવ બેનર્જી નામના યુવકની લાશ મળી આવી હતી. મૃતક સંજીવના શરીર પર તીક્ષ્ણ હથિયારના ઘાના નિશાન હતા. તેથી પોલીસે પ્રથમ નજરે હત્યાના બનાવ હેઠળ ગુનો નોંધીને તપાસ કરી હતી. ઘરમાંથી મળેલી લાશ બાદ તેની પત્ની મમતા પર શંકાના આધારે પોલીસે પૂછપરછ શરૂ કરી હતી. જેમાં જાણવા મળ્યું કે મમતા સંજીવની ત્રીજી પત્ની હતી. આ અગાઉ સંજીવે બે લગ્ન કર્યા હતા. જેમાં પહેલી પત્ની બંગાળમાં અને બીજી વડોદરામાં રહે છે.

મિલકતના ઝઘડામાં પત્નીએ પતિને પતાવી દીધો
સંજીવના બાકીની પત્નીઓ સાથે મિકલતના ભાગલા અને પૈસાની લેવડદેવડના કારણે રોજે રોજ ઝઘડા થતા હતા. એવામાં ઘર કંકાસના લીધે ઉશ્કેરાઈને મમતાએ જ સંજીવની હત્યા કરી નાખી હતી. કાચની બોટલ મારીને મમતાએ તેને પતાવી દીધો. મમતાને બે સંતાનો છે. જેમાંથી એકનો જન્મ અઠવાડિયા પહેલા જ થયો હતો. ત્યારે સંજીવની હત્યા બાદ બે દિવસથી તે લાશ સાથે ઘરમાં રહેતી હતી. જોકે ઘરમાં લાશની દુર્ગંધ આવતા તેણે સાફસફાઈ કરી. ત્યારે પાણી બહાર આવતા પાડોશીઓને પણ દુર્ગંધ આવી અને હત્યાનો સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT