વાંકાનેરમાં ભર ઊંઘમાં યુવકની હત્યા કેસમાં પત્ની જ નીકળી હત્યારી, કારણ જાણીને પોલીસ ચોંકી ગઈ

ADVERTISEMENT

gujarattak
social share
google news

મોરબી: મોરબીના વાંકાનેરમાં તાજેતરમાં 22 વર્ષના એક યુવકની હત્યા થઈ હતી. આ મામલે પોલીસે બે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. જોકે પોલીસ તપાસના અંતે હત્યારા બીજું કોઈ નહીં પરંતુ મૃતક યુવકની પત્ની જ હોવાનું સામે આવ્યું હતું. જે બાદ પોલીસે આરોપી પત્નીની ધરપકડ કરી છે. મૃતક યુવકના 1 મહિના પહેલા જ લગ્ન થયા હતા અને અઠવાડિયા પહેલા જ તે પત્ની સાથે મધ્ય પ્રદેશથી વાંકાનેરમાં રહેવા આવ્યો હતો.

પત્નીએ બે શખ્સોએ હત્યા કરી હોવાનું જણાવ્યું હતું
વિગતો મુજબ, મૂળ મધ્ય પ્રદેશના અને હાલ વાંકાનેરના પીપળીયા ગામમાં રહેતા રવિ બામનીયા ખેતમજૂર તરીકે કામ કરતા હતા. ગત 4 જુલાઈના રોજ રાતના અંધારામાં પત્ની કરમબાઈએ જ તેનું ઊંઘમાં ઢીમ ઢાળી દીધું હતું. આ બાદ તે પતિના ભાઈ પાસે પહોંચી અને જણાવ્યું કે રાતના અંધારામાં આવેલા બે શખ્યોએ ઘરમાં ઘુસીને રવિની હત્યા કરી નાખી છે અને બાદમાં ભાગી ગયા. જોકે હત્યાના 2 કલાક બાદ કરમબાઈ જાણ કરવા જતા તેને શંકા ગઈ. જેના આધારે સુકુભાઈએ પોલીસમાં ભાઈની હત્યાની ફરિયાદ નોંધાવી હતી અને કરમબાઈ પર શંકા હોવાનું જણાવ્યું હતું.

પત્નીએ કેમ કરી પતિની હત્યા?
મામલાની તપાસ કરતા પોલીસે કરમબાઈની કડકાઈથી પૂછપરછ કરતા તેણે જ પતિને ઊંઘ લોખંડનો સળિયો મારીને હત્યા કરી હોબાનું કબૂલ્યું હતું. જોકે પતિની હત્યા કરવા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. કરમબાઈએ જણાવ્યું કે, પતિ સાથે તેના નાની-નાની વાતમાં ઝઘડા થતા હતા. ઉપરાંત પતિ તેને પિયરમાં કોઈની સાથે વાત પણ નહોતો કરવા દેતો અને માતા-પિતાના ઘરે જવાની પણ મંજૂરી નહોતો આપતો. આથી તેને પતિ પર ગુસ્સો હતો. ઘટનાના દિવસે રવિ ઊંઘમાં હતો ત્યારે જ તેણે લોખંડના સળિયા માથામાં મારીને તેને મોતને ઘાટ ઉતારી દીધો. પરંતુ પકડાવાથી બચવા માટે તેણે બે શખ્સોએ હત્યા કરી હોવાની આખી કહાણી ઘડી હતી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT