આંગણવાડીમાં 'નમાઝના પાઠ' કેમ? વડોદરા અને જામનગરની ઘટના પર ભારે વિવાદ
Vadodara News: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ખાતે આવેલી આંગણવાડીમાં ઈદનો તહેવાર કેવી રીતે મનાવાય તે અંગેની સમજણ આપતા આપતા નમાઝ પઢવા માટે પણ બાળકોને શીખવવામાં આવ્યું હતું. જે અંગેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો છે.
ADVERTISEMENT
Vadodara News: વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ખાતે આવેલી આંગણવાડીમાં ઈદનો તહેવાર કેવી રીતે મનાવાય તે અંગેની સમજણ આપતા આપતા નમાઝ પઢવા માટે પણ બાળકોને શીખવવામાં આવ્યું હતું. જે અંગેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો છે. બાળકોને ખોટી રીતે શિક્ષણ સંસ્થાઓમાં ધર્મનું જ્ઞાન આપવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
આંગણવાડીમાં બાળકોને નમાઝ પઢાવી
કરનાળી ગામ ખાતે આવેલી આંગણવાડીમાં શુક્રવારના રોજ બાળકોને ઈદના તહેવારની સમજ આપવામાં આવી રહી હતી તહેવાર કેવી રીતે મનાવવો તે શીખવવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન બાળકોને શિક્ષક દ્વારા નમાઝ કેવી રીતે પઢાય તેની પણ સમજ આપવામાં આવી હતી. આ દરમિયાન શિક્ષકોએ બાળકોના માથે ટોપી અથવા તો રૂમાલ બંધાવી નમાઝ પઢાવી હતી.
ADVERTISEMENT
ડભોઈના ધારાસભ્યએ શિક્ષણ મંત્રીને કરી રજૂઆત
આ અંગેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ઉહાપોહ મચ્યો હતો. આ અંગે ડભોઇના ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા જિલ્લા કલેકટર જિલ્લા વિકાસ અધિકારી તેમજ રાજ્યના શિક્ષણ મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી છે.
CMOમાં કરાઈ છે જાણઃ જ્યોતિનાથ બાબા
સનાતન હિંદુ સમિતિ પ્રમુખ જ્યોતિનાથ બાબાએ પણ આ ઘટનાને ગંભીર ગણાવી હતી. તેઓએ જણાવ્યું હતું કે જો ધર્મનું શિક્ષણ આપવું હોય તો મુસ્લિમોને મદરેસામાં અને હિન્દુઓને મંદિરોમાં આ જાણકારી અપાય છે. શૈક્ષણિક સંસ્થાઓમાં આવી ઘટના દુઃખદ ગણી શકાય. આ અંગે સીએમઓ તેમજ પીએમઓમાં પણ જાણ કરવામાં આવી છે
ADVERTISEMENT
જામનગરમાં પણ બની આવી જ ઘટના
અત્રે ઉલ્લેખનીય છે કે, જામનગરથી પણ આવો જ બનાવ સામે આવ્યો છે. જામનગરનાં સોનલનગર વિસ્તારની આંગણવાડીમાં બાળકોને નમાઝ પઢાવવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. આ અંગેના વીડિયો વાયરલ થતા આંગણવાડી સંચાલક પર સવાલ ઉઠ્યા હતા.
ADVERTISEMENT
રિપોર્ટઃ દિગ્વિજય પાઠક, વડોદરા
ADVERTISEMENT