BJP ઉમેદવારોની યાદી કેમ મોડી જાહેર કરે છે? કારણ જાણીને તમે પણ કહેશો જહાંપના તુસી ગ્રેટ હો

ADVERTISEMENT

gujarattak
social share
google news

અમદાવાદ : ગુજરાત ભાજપ દ્વારા આજે મોડી સાંજે પોતાના પ્રથમ ઝોનના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી શકે છે. કુલ 89 ઉમેદવારોની યાદી જાહેર થાય તેવી શક્યતા સુત્રો વ્યક્ત કરી રહ્યા છે. સાંજે 6.30 વાગ્યે સી.આર પાટીલ ઉપરાંત સંસદીય સમિતીની બેઠકના ઉમેદવારોની મીટિંગ પુર્ણ થયા બાદ તત્કાલ જ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી શકે છે. જેમાં મોટા ભાગના ઉમેદવારો પ્રથમ ઝોન એટલે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના હશે. આ ઉપરાંત હાલ સરકારમાં પણ દક્ષિણનો દબદબો છે તેવામાં આ પ્રથમ ઝોનની બેઠકોનાં જ ઉમેદવારો ભાજપ જાહેર કરશે.

હંમેશા પ્રચાર પ્રસારમાં સૌથી આગળ ભાજપ આ વખતે પાછળ કેમ?
જો કે દર વખતે ચૂંટણીમાં હંમેશા આક્રમક અને આગળ રહેતું ભાજપ આ વખતે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ખુબ જ પાછળ દેખાઇ રહ્યું છે. કેમ્પેઇન હોય કે ઉમેદવારોની યાદી જાહેર કરવાની હોય દરેક સ્તરે હંમેશાથી આગળ રહેતું ભાજપ આ વખતે બેકફુટ પર જોવા મળી રહ્યું છે. આમ આદમી પાર્ટીનાં 159 અને કોંગ્રેસનાં 43 ઉમેદવારો જાહેર થઇ ચુક્યાં છે ત્યારે ભાજપે હજી સુધી એક પણ ઉમેદવારનું નામ જાહેર નથી કર્યું.

આંતરિક અસંતોષી દિગ્ગજ નેતાઓ નુકસાન ન પહોંચાડી શકે
જો કે આ પાછળ ભાજપની બે રણનીતિ કામ કરી રહી હોવાનું લાગી રહ્યું છે. પ્રથમ રણનીતિ હેઠળ સૌથી મોડા ઉમેદવાર જાહેર કરવા જેથી દિગ્ગજ નેતાઓ કે જેમની ટિકિટ કપાવાની શક્યતા છે તેઓ વધારે નુકસાન ન પહોંચાડી શકે. તેમને નુકસાન પહોંચાડવા માટેનો સમય જ ઓછો મળે. સીધુ જ ઉમેદવારો ફોર્મ ભરીને ડોરટુ ડોર પ્રચાર પર લાગી જાય. આદર્શ આચાર સંહિતા લાગી જવાના કારણે સભા કે રેલીઓ સ્વરૂપે તે પાર્ટીને નુકસાન ન પહોંચાડી શકે કે પોતાનો રોષ વ્યક્ત રીતે પ્રકટ ન કરી શકે. કારણ કે હાલ ભાજપમાં પણ ભારે અસંતોષની લાગણી જોવા મળી રહી છે, જો કે જ્યાં સુધી ઉમેદવારોની યાદી જાહેર ન થાય ત્યાં સુધી કોઇ કાંઇ બોલવા તૈયાર નથી પરંતુ આંતરિક વિખવાદ ચરમસીમા પર છે. પરંતુ જે પ્રકારે કોંગ્રેસમાં ખદબદાટ બહાર આવી રહ્યો છે અને પાર્ટીની ઇમેજ ખરડાઇ રહી છે તેવું ભાજપ સાથે પણ ન થાય તે માટે આ પ્રયાસો ચાલી રહ્યા છે.

ADVERTISEMENT

કોંગ્રેસનાં તમામ અસંતોષી નેતાઓને સમાવી લેવાની વ્યુહરચના
બીજી થિયરી છે કે, આપ અને કોંગ્રેસ ધડાધડ ઉમેદવારોની યાદી જાહેર કરી રહી છે તેવામાં જેટલા અસંતોષી નેતાઓ કે કાર્યકર્તાઓ હોય તે ભાજપમાં જોડાઇ શકે. પાર્ટી ટિકિટ આપશે કે કેમ તે તો પાર્લામેન્ટ્રી બોર્ડ જ નક્કી કરશે પરંતુ ટિકિટની લોલીપોપ કે અન્ય કોઇ પદની લોલિપોપની લાલચે તેઓ ભાજપમાં જોડાય જેથી આંતરિક જુથવાદને ખાળી શકાય. ભાજપ શક્ય તેટલી મજબુત બેઠકને બનાવી શકે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપમાં જોડાયેલા દિગ્ગજોની ટિકિટનાં પણ હજી ઠેકાણા નથી ત્યારે આ નવા જોડાઇ રહેલા નેતાઓને મેન્ડેટ મળશે કે કેમ તે સવાલ છે, કારણ કે ભાજપ પહેલાથી જ સેન્સ લઇને લગભગ લગભગ ઉમેદવાર નક્કી કરી ચુક્યા છે.

    follow whatsapp

    ADVERTISEMENT