ચૂંટણી પંચે કેમ મોડી ચૂંટણી જાહેર કરી? ચૂંટણી કમિશ્નરે કહ્યું કે અમને…

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ચૂંટણી પંચે ગુજરાતમાં ચૂંટણી તારીખોની જાહેરાત કરી દીધી છે. ગુજરાતમાં મતદાન 1 અને 5 ડિસેમ્બરના રોજ યોજાશે. મતની ગણત્રી હિમાચલ પ્રદેશની સાથે 8 ડિસેમ્બરે આયોજીત થશે. આ દરમિયાન ચૂટણી પંચ પર પક્ષપાતના આરોપોનો મુક્ત મને જવાબ આપ્યો હતો. પંચને જ્યારે પુછવામાં આવ્યા શું વડાપ્રધાનમોદીની મુલાકાતના કારણે ગુજરાતમાં ચૂંટણીની તારીખ મોડી જાહેર કરવામાં આવી. જે અંગે પંચે કહ્યું કે, કોઇની મુલાકાતની અસર ચૂંટણી પંચ પર પડતી નથી. ચૂંટણી પંચ એક સ્વાયત સંસ્થા છે અને તે પોતાની તૈયારીઓ અને શેડ્યુલના આધારે ચાલે છે.

મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે કહ્યું કે, બોલવા કરતા અમારા કામ વધારે બોલે છે. તેમણે કહ્યું કે, હું તમને બોલીને ગમે તેટલું સમજાવવાનો પ્રયાસ કરૂ તેના કરતા વધારે મહત્વનું છે કે અમારા જે પરિણામ આવે છે તે યોગ્ય છે કે નહી. જો અમને કહેવામાં આવે કે ચૂંટણી પછીના પરિણામોમાં કોઇ કચાશ રહી છે તો શક્ય છે કે મતદાતાઓનું સૌથી મોટું અપમાન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત ચૂંટણીની જાહેરાતમાં મોડુ થવા અંગે કોંગ્રેસે ચૂંટણી પંચ પર પણ સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે ટિપ્પણી કરતા ટ્વીટ કર્યું હતું કે, ભારતીય ચૂંટણી પંચ એક સ્વાયત સંસ્થા છે. તે નિષ્પક્ષ રીતે ચૂંટણી કરાવવા માટે પ્રતિબદ્ધ છે. આ ટ્વીટની સાથે કોંગ્રેસે ગાંધીજીના ત્રણ વાંદરાની ઇમેજ પણ મુકી હતી.

ADVERTISEMENT

 

    follow whatsapp

    ADVERTISEMENT