કમલમ્ ના દરવાજા કેમ બંધ કરવા પડ્યા? યજ્ઞેશ દવેએ કહ્યું કે એતો…

ADVERTISEMENT

gujarattak
social share
google news

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે ગુજરાતના દિગ્ગજ નેતાઓના લિટમસ ટેસ્ટ માટે GUJARATTAK દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. જેમાં નેતાઓએ મોકળા મને પોતાના દિલની વાત કરી હતી. માત્ર રાજનીતિ જ નહી પરંતુ શું સ્થિતિ અને પરિસ્થિતિ છે તે તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

જો સબ સલામત છે તો કમલમ્ ના દરવાજા કેમ બંધ કરવા પડ્યા
ગુજરાત તકના આ મંચ પર ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે પણ હાજર રહ્યા હતા. અહીં જ્યારે તેમને કમલનમાં દરવાજા કેમ બંધ રાખવા પડ્યા તે મુદ્દે પુછાયું તો તેમણે કહ્યું કે, લોકશાહી છે દરેક વ્યક્તિ પોતાની લાગણી વ્યક્ત કરવા આવી શકે છે. ભાજપ એક લોકશાહીથી ચાલતો પક્ષ છે. જો કે કમલમની પણ એક મર્યાદા છે. નિયત સંખ્યાથી વધારે લોકો આવી શકે નહી. તેવામાં ક્ષમતા કરતા વધારે લોકો આવી જતા દરવાજા બંધ કરવા પડ્યા હતા.

બહાર રહેલા લોકો કાંકરીચાળો ન કરે તે માટે આ જરૂરી છે
જે લોકો રજુઆત કરવા આવ્યા હોય તેમાના મુખ્ય વ્યક્તિને અંદર લઇ જવામાં આવે છે અને બાકીના લોકોને બહાર ઉભા રાખવામાં આવે છે. તે લોકોની ભીડ કોઇ ઉત્પાદ ન કરે તે માટે આ તકેદારીના ભાગ રૂપે પગલા લેવાય છે. તેમાં દરવાજા બંધ કરવા પડ્યા જેવું કંઇ નથી.

ADVERTISEMENT

    follow whatsapp

    ADVERTISEMENT