સમગ્ર ગુજરાતમાં પરિવર્તન કરનાર BJP એ સુરતમાં ઉમેદવારો કેમ રિપિટ કર્યા?
અમદાવાદ : ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના તમામ દમખમ સાથે લડી રહી છે. એક તરફ પોતાના જ દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી ચુકી છે.…
ADVERTISEMENT
અમદાવાદ : ગુજરાતમાં આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાના તમામ દમખમ સાથે લડી રહી છે. એક તરફ પોતાના જ દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપી ચુકી છે. આ ઉપરાંત આપનો પણ સામનો કરી રહી છે. જો કે આમ છતા પણ ભાજપ દ્વારા ગુજરાતના મોટા ભાગના ચહેરાઓ રિપિટ કરવાના બદલે બદલી દીધા છે.
અમદાવાદ,વડોદરા અને રાજકોટમાં મોટાભાગના ઉમેદવારો બદલાયા
અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં ભાજપ દ્વારા લગભગ મોટા ભાગના ઉમેદવારો બદલી દેવાયા છે. સ્થિતિ એવી છે કે, રાજકોટની કુલ સાત સીટો પૈકી ચાર પર ભાજપ દ્વારા ઉમેદવારો બદલી નાખવામાં આવ્યા હતા. આવી જ સ્થિતિ અમદાવાદમાં પણ જોવા મળી હતી જ્યાં 60 ટકા ઉમેદવારો બદલી દેવાયા હતા. વડોદરામાં પણ દિગ્ગજ નેતાઓને કાપી નાખવામાં આવ્યા હતા. આ નેતાઓ હવે અપક્ષ ઉભા રહેવાના અને સમર્થકોના રાજીનામા જેવા ખાંડા ખખડાવી રહ્યા છે. જો કે સુરતમાં ભાજપ દ્વારા આ ફોર્મ્યુલા અપનાવી નહોતી.
સુરતમાં આપ અને પાટીદારો બંન્નેનો રોષ જોવા મળ્યો
સુરતમાં હાલ આમ આદમી પાર્ટી પોતાનું તમામ જોર લગાવી રહી છે. પોતાના તમામ સ્ટાર પ્રચારકો અને ચહેરાઓને તેણે સુરતમાંથી જ ઉભા રાખ્યા છે. અલ્પેશ કથિરિયા, ગોપાલ ઇટાલિયા, ધાર્મિક માલવિયા અને મનોજ સોરઠીયા સુરતની જ વિવિધ સીટ પરથી ઉભા રાખ્યા છે. આમ આદમી પાર્ટીને સૌથી વધારે સારા પ્રદર્શનની ઇચ્છા પણ સુરતમાંથી જ છે. જેના કારણે આ લોકો સુરત પર વધારે ફોકસ કરી રહ્યા છે. જેની સીધી અસર ગુજરાત અને તેના અન્ય ઉમેદવારો પર પડી રહી છે. ઇસુદાન ગઢવી પણ હાલ પોતાની સીટ અને પોતાના પ્રચારમાં વ્યસ્ત છે.
ADVERTISEMENT
પાટીદાર અનામત આંદોલનમાં પણ ટકી ગયેલા ઉમેદવારોને ભાજપે આપ્યું ઇનામ
ભાજપને ડર છે કે, આમ આદમી પાર્ટીનું વેવ હાલ સુરતમાં છે. આમ આદમી પાર્ટી પોતાની તમામ તાકાત પણ સુરતમાંથી લગાવી રહી છે. તેવામાં જો નેતા બદલીએ તો નુકસાન થઇ શકે છે. કારણ કે સુરતમાંથી 2017 માં ચુંટાયેલા નેતાઓ એટલા કદ્દાવર છે કે, તેઓ 2017 માં પાટીદાર આંદોલન હોવા છતા પણ ચૂંટણી જીત્યા હતા. પાટીદારોના ગઢ સુરતમાં તે સમયે ચૂંટણી જીતવી ખુબ જ અઘરી હતી ત્યારે પણ તેઓએ ચૂંટણી જીતી બતાવી હતી. જેથી તેઓ દિગ્ગજ છે તેમાં કોઇ બે મત નથી. તેવામાં આપનો પ્રભાવ અને ઉમેદવારોના કદને જોતા પાર્ટી સુરતમાં રિપિટ કરવાનો નિર્ણય લીધો હતો.
ADVERTISEMENT