મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિપક્ષીઓને કેમ બોલ્યા, આ આત્મઘાતી પગલુ છે ?
હેતાલી શાહ, ખેડા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન મામલે વિરોધ પક્ષ દ્વારા કરાયેલ વિરોધ અંગે નિવેદન આપ્યું જેમાં તેમણે જણાવ્યું કે 19 વિપક્ષીઓના…
ADVERTISEMENT
હેતાલી શાહ, ખેડા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે નવા સંસદ ભવનના ઉદ્ઘાટન મામલે વિરોધ પક્ષ દ્વારા કરાયેલ વિરોધ અંગે નિવેદન આપ્યું જેમાં તેમણે જણાવ્યું કે 19 વિપક્ષીઓના વિરોધનો નિર્ણય નીંદનીય છે વિપક્ષનો નિર્ણય અપમાનજનક અને લોક તાંત્રિક મૂલ્યો પર હુમલા સમાન છે.
આજે ખેડા જિલ્લાના નડિયાદમાં ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટસ સંકુલ ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાંસદ ખેલ સ્પર્ધા કાર્યક્રમ અંતર્ગત ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંસદ ખેલ સ્પર્ધા અંતર્ગત વિજેતા રમતવીરોને મુખ્ય મંત્રીના હસ્તે ઈનામ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ખેડાના સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણ તથા ખેડા જિલ્લાની તમામ બેઠકના ભાજપના ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સંસદ ભવનના ઉદ્ઘાટન સમારોહના વિરોધ પર વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, તિરસ્કાર અને બહિષ્કારની આ પ્રથમ ઘટનાના નથી. છેલ્લા નવ વર્ષમાં આવી વીપક્ષી દળો વારંવાર સંસદીય પ્રક્રિયાઓ અને નિયમોની અવમાનના કરી છે. સંસદના સત્રને અટકાવ્યા છે. સંસદનો બહિષ્કાર કર્યો છે. આ એમનુ આત્મઘાતી પગલું છે.
વિયપક્ષો પર કર્યા આકરા પ્રહાર
મુખ્યમંત્રી એ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા એમના દુરંદેશીપણા હેઠળ દેશની લોકશાહીના મંદિર સમાન સાંસદ ભવનના નવનિર્મિત સંકુલનુ તારીખ 28 મે રવિવારના રોજ લોકાર્પણ થવા જઈ રહ્યું છે. એ આપણા સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે. આ બાબતનો જ્યારે આપણા વિપક્ષી દળો દ્વારા 19 જેટલા વિપક્ષી દળો દ્વારા આ સાંસદ ભવનના લોકાર્પણનો વિરોધનો નિર્ણય એ કઠોર, નીંદનીય છે. વિપક્ષી દળોનો આ નિર્ણય માત્ર અપમાનજનક જ નહીં પરંતુ મહાન દેશના લોક તાંત્રિક મૂલ્યો અને સંવર્ધન માન્યતાઓ ઉપર પણ હુમલો છે. અફસોસ ની વાત એ છે કે, તિરસ્કાર અને બહિષ્કારની આ પ્રથમ ઘટનાના નથી. છેલ્લા નવ વર્ષમાં આવી વીપક્ષી દળો વારંવાર સંસદીય પ્રક્રિયાઓ અને નિયમોની અવમાનના કરી છે. સંસદના સત્રને અટકાવ્યા છે. સંસદનો બહિષ્કાર કર્યો છે. આ એમનુ આત્મઘાતી પગલું છે.
ADVERTISEMENT
અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયનું પણ સીધું અપમાન
લોકતંત્રમાં સાંસદ એક પવિત્ર સંસ્થા છે. અને લોકોના હૃદયના ધબકાર સમાન હોય છે. ત્યારે અહીં દેશની નીતિઓ ઉપર જ્યારે નિર્ણય થતા હોય અને જે સંસદમાં નિર્ણયો થવાથી લોકોના જીવનમાં બદલાવ આવતો હોય એ સાંસદના વિરોધ એટલે લોકતંત્ર પ્રક્રિયાનો સરેઆમ અપમાન કરવા બરાબર છે. આ પહેલા પણ જીએસટી વિશેષ સત્રનો બહિષ્કાર કર્યો છે. તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનો જ્યારે જેણે અધ્યક્ષ સ્થાન કર્યું હતું, તેઓને ભારત રત્ન પણ પ્રદાન કરવામા સમારોહનો પણ બહિષ્કાર કર્યો હતો. આપણા તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીનું જ્યારે રાષ્ટ્રપતિ તરીકે નિર્વાચીત થયા, તે બદલ સામાન્ય સીસ્ટાચારમા પણ એમણે વિલંબ કર્યો હતો. અને વર્તમાન મહામહીમ રાષ્ટ્રપતિજી દ્રોપદી મુર્મુજી માટે પણ તેમણે અનાદર કરી અને રાજનૈતિક મર્યાદા નું નિમ્નસ્તર પર પહોંચાડી છે. આ માત્ર રાષ્ટ્રપતિજીનું અપમાન નહીં, પરંતુ અનુસૂચિત જાતિ અને જનજાતિ સમુદાયનું પણ સીધું અપમાન છે.
વિપક્ષીઓ 140 કરોડ ભારતીયોનું અપમાન કરે છે
મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, બાબા સાહેબ આંબેડકર જેવા અનેક દેશ સેવકોનું પણ આ અપમાન છે. જ્યારે આપણે આઝાદીના અમૃત મહોત્સવ પછી અમૃત કાળમાં આપણે સૌ આગળ વધી રહ્યા છે, ત્યારે આ વિરોધી દળો દ્વારા દેશના 140 કરોડ ભારતીયોનું અપમાન થવા જઈ રહ્યું છે. જે ક્યારે ભુલાય તેમ નથી. અને ભારતીય જનતા પાર્ટી એને ક્યારેય સાખી લેશે નહીં.
ADVERTISEMENT
ADVERTISEMENT