PAAS ની જાહેરાતથી કોણ થશે FAIL? આપની વોટબેંક તુટશે કે ભાજપની?
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં આ વખતે ભાજપની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બીટીપી બાદ હવે પાટીદાર અનામત આંદોલન સમિતીએ પણ…
ADVERTISEMENT
ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં આ વખતે ભાજપની મુશ્કેલીઓમાં સતત વધારો થઇ રહ્યો છે. આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, બીટીપી બાદ હવે પાટીદાર અનામત આંદોલન સમિતીએ પણ ચૂંટણીમાં ઉતરવાની જાહેરાત કરી દીધી છે. જેના કારણે હવે પાટીદાર આપમાં જશે, ભાજપમાં જશે કે આંદોલન સમિતીનો સાથ આપશે તે મુદ્દે મોટા મોટા રાજકીય પક્ષો અને પંડિતો ગોથા ખાઇ રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમીતિએ 2022ના ચૂંટણી જંગમાં ઉતરવાની જાહેરત કરી છે. જેનાથી ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ જોવા મળી રહ્યો છે.
22 સીટો પર PAAS પોતાના ઉમેદવારોને ઉતારશે
પાટીદાર નેતા દિનેશ બાંભણીયાના ટ્વીટમાં જાહેરાત કરાઇ છે કે, પાટીદાર આંદોલન સમિતી પોતાના ઉમેદવારોને 22 સીટ પર ચૂંટણી લડશે. ત્યારે હવે સવાલ એ થાય છે પાટીદારો કોનો તરફ રહેશે? પાટીદારો ક્યાં રાજકીય પક્ષ પર પોતાની પસંદગીનો કળશ ઢોળે છે.
ચૂંટણી પહેલા ગુજરાતની મહત્વની વોટબેંક મુદ્દે સૌથી મોટુ કન્ફ્યુઝન
પાટીદાર 2017 ની ચૂંટણીમાં નિર્ણાયક ભૂમિકામાં હતા, તેવી જ રીતે 2022 ની ચૂંટણીના પડઘમ જ્યાં વાગી રહ્યા છે ત્યારે પર એક વાર ફરીથી પાટીદારો સક્રિય થતા મોટી જાહેરાત કરી છે. હાર્દિક પટેલના પુર્વ સાથી અને હજી સુધી કોઈ રાજનેતિક પાર્ટીમાં નહી જોડાયેલા દિનેશ બાંભણિયાએ હવે રાજનીતિક અખાડામાં પોતે જ ઉતરવાની જાહેરાત કરી દીધી છે.
ADVERTISEMENT
આપનો વધતો પ્રભાવ કોંગ્રેસ માટે ચિંતાની બાબત
આપનો વધતો પ્રભાપ ભાજપ અને કોંગ્રસ માટે ચોક્કસ ચિંતાની બાબત છે. કારણ કે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં તમામ 182 બેઠકો પર આપ પોતાના ઉમેદવાર ઉભા રાખવાની છે. તેવામાં સૂરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી સાથે આમ આદમી પાર્ટીએ ધીરે ધીરે પાટીદારોના પ્રભુત્વવાળા વિસ્તારમાં પગ પેસારો કર્યો છે. તેમને પાટીદારોનું સમર્થન પણ આપને પ્રાપ્ત થઈ રહ્યું હોય તેવું માનવામાં આવે છે.
સુરતમાં પાટીદારોનો સતત વધી રહેલો દબદબો
ઉલ્લેખનીય છે કે, 182 વિધાનસભામાંથી 63 બેઠકો એવી છે જેના પર પાટીદારોનું સીધો જ દબદબો છે. સુરત સહિતના આસપાસના વિસ્તારો જ્યાં પાટીદારોનું પ્રભુત્વ વધારે છે ત્યાં આમ આદમી પાર્ટીને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે. જેનો સીધો જ ફાયદો આપને સૌરાષ્ટ્રમાં પાટીદારોના પ્રભુત્વ વાળી બેઠકો પર પણ થઈ રહ્યો છે. તેની પાછળનું મુખ્ય કારણ એ છે કે, છેલ્લા ઘણા સમયથી પાટીદારો ભાજપથી નારાજ છે.
ADVERTISEMENT
પાટીદારોના મતો અંકે કરવા તમામ પક્ષોના ધમપછાડા
2017ની વિધાનસભાની ચૂંટણીમાં પાટીદારોના મતો કોંગ્રેસને ફાળે ગયા હતા. આ વખતે આપ પાટીદારોના મતો અંકે કરવા માટે પગથી માથા સુધીનું જોર લગાવી રહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના પાટીદારોના પ્રભાવવાળી 10 બેઠકો પર આમ આદમી પાર્ટીનો પ્રભાવ ધીરે ધીરે વધી રહ્યો છે. જેથી ભાજપ અને કોંગ્રેસ ચિંતામાં મુકાયા છે.
ADVERTISEMENT
રાજકીય સમિકરણોમાં ધરખમ ફેરફારો થશે
જો પાસના પાટીદાર નેતાઓને ચૂંટણી જંગમાં ઉતારે તો ગુજરાતની રાજનીતિના અનેક સમીકરણો બદલાઈ શકે છે. પાટીદારોના મત પણ વહેચાઈ શકે છે. આવી સ્થિતિમાં હવે પાટીદારો કોની તરફ રહે તે જોવાનું મહત્વપુર્ણ બની જશે.
ADVERTISEMENT